Uttarpradesh : ઉત્તર પ્રદેશના (Uttarpradesh) ફતેહપુર જિલ્લામાં પત્રકાર દિલીપ સૈની (Dilip Saini) અને બીજેપી નેતા શાહિદ ખાન (Shahid Khan) પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બુધવારે મોડી રાત્રે હુમલાખોરો ઘટનાને અંજામ આપીને નાસી ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા પછી, પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ પત્રકાર અને બીજેપી નેતાને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ડૉક્ટરે બંનેની ગંભીર સ્થિતિને જોતા તેમને કાનપુર હોલ્ટ રિફર કર્યા. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ પત્રકાર દિલીપનું રસ્તામાં જ મોત થયું હતું. ભાજપના નેતાની હાલત પણ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે.
ANI ના પત્રકાર દિલીપ સૈનીની હત્યા!
મળતી માહિતી મુજબ સદર કોતવાલીના ભિતૌરા બાયપાસ પાસે બુધવારે મોડી રાત્રે પત્રકાર દિલીપ સૈની અને ભાજપના એક નેતા પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ દિલીપ સૈની પર છરી અને ગેરકાયદેસર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમજ ભાજપ લઘુમતી મોરચાના નેતા શાહિદ ખાન પર પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જે બાદ બંનેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હોવાથી કાનપુર રિફર કરવામાં આવ્યા હતા.આ દરમિયાન દિલીપ સૈનીનું અધવચ્ચે અવસાન થયું, જ્યારે શાહિદ ખાનની કાનપુરની હેલેટ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. આ મામલે એસપી ધવલ જયસ્વાલે કહ્યું કે હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તમામની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો : India-China Border Dispute: ભારત-ચીન બોર્ડર પર તણાવનો અંત! સૈનિકો પરત ફર્યા, બંન્ને દેશોનો સેનિકો આજે મીઠાઈ ખવડાવશે