UPSC lateral entry controversy: UPSCમાં હવે નહીં થાય સીધી ભરતી, કેન્દ્ર સરકારે લેટરલ એન્ટ્રી પર લગાવી રોક

August 20, 2024

UPSC lateral entry controversy:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં લેટરલ એન્ટ્રી વિવાદને (lateral entry controversy) લઈને મોટા સમાચાર આવ્યા છે. વિપક્ષના વધતા દબાણ વચ્ચે મોદી સરકારે લેટરલ ભરતી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે કેન્દ્ર સરકારે (central government) ઉચ્ચ પદો પર નિમણૂકના મામલે યુ-ટર્ન લીધો છે. નોંધનીય છે કે, UPSC દ્વારા લેટરલ એન્ટ્રીથી 45 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કર્યા બાદ વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો.કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ અંગે UPSC અધ્યક્ષને પત્ર લખ્યો હતો.તેમણે કહ્યું છે કે વડાપ્રધાન મોદીના નિર્દેશ પર સીધી ભરતી માટેની જાહેરાતો પર પ્રતિબંધ લગાવવો જોઈએ.

કેન્દ્ર સરકારે ઉચ્ચ પદો પર નિમણૂકના મામલે લીધો યુ-ટર્ન

વિપક્ષના દબાણ, સાથી પક્ષો તરફથી નારાજગી અને આગામી ચૂંટણીમાં નુકસાનના ભયને જોતા, કેન્દ્ર સરકારે મંગળવારે UPACને એક નિર્દેશ જારી કરીને તેને તરત જ લેટરલ એન્ટ્રીની ભરતી અટકાવવા જણાવ્યું હતું. UPSC એ લેટરલ એન્ટ્રી દ્વારા 45 ભરતીઓ માટે જાહેરાત બહાર પાડી હતી, જેના પછી વિરોધ શરૂ થયો હતો. વિપક્ષ તેને એસસી/એસટી વર્ગોના અનામત અધિકારો પર લૂંટ ગણાવી રહ્યો હતો.જો આ મુદ્દો વધુ ગરમાયો હોત તો ભાજપને નુકસાન થઈ શકે તેમ હતું. સંભવતઃ આ જ કારણ છે કે સરકારે આમાંથી પાછા ફરવાનું શ્રેષ્ઠ માન્યું.

આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?

કહેવામાં આવી રહ્યું છે કે સિંહના પત્ર પછી UPSC નોટિફિકેશન પાછું ખેંચવાનો ઔપચારિક આદેશ જારી કરશે. ત્રણ દિવસ પહેલા, યુપીએસસીએ સંયુક્ત સચિવ અને નિયામક સ્તરની 45 જગ્યાઓ માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી માટેની જાહેરાત બહાર પાડી હતી. આ UPSCની જાહેરાત બહાર આવ્યા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. વિપક્ષે આ જાહેરાતને બંધારણ, દલિતો અને આદિવાસીઓના અધિકારો સાથે જોડી દીધી. સરકારના સાથી પક્ષો પણ આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા હતા. અંતે, 72 કલાક સુધી ચાલેલા સંઘર્ષ બાદ, કેન્દ્રએ આ આદેશ પાછો ખેંચવાની જાહેરાત કરી.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને શું કહ્યું ?

તમને જણાવી દઈએ કે લેટરલ એન્ટ્રીની જાહેરાત પર પ્રતિબંધ લગાવવાના કેન્દ્ર સરકારના આદેશ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે બંધારણ અને અનામત પ્રણાલીની દરેક કિંમતે રક્ષા કરીશું. અમે કોઈપણ ભોગે ભાજપની લેટરલ એન્ટ્રી જેવા ષડયંત્રોને નિષ્ફળ બનાવીશું.

આ પણ વાંચો : Rajkot: વિંછીયા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની બીન હરીફ જીત

Read More

Trending Video