Gujarat Assembly : વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો, ચૈતર વસાવા સહિત આદિવાસી ધારાસભ્યોને ગૃહમાંથી કરાયા સસ્પેન્ડ

February 25, 2025

Gujarat Assembly : ગુજરાત સરકારનાં (Gujarat government) આદિજાતિ વિકાસ મંત્રાલય (Tribal Development Ministry) દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (post-matric scholarship) ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનાં નિર્ણય વિરુદ્ધ આદિવાસી ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે આજે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુજ્યો હતો. આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે હોબાળો મચાવવા માટે આદિવાસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો

મળતી માહિતી આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળથી બેઠકની શરુઆત થઈ છે ત્યારે વિધાનસભા ગૃહમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મામલે હોબાળો થયો હતો. જેમાં શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરવા બાબતે કોંગ્રેસ-આપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ત્યારે ચૈતર વસાવા, તુષાર ચૌધરી, અનંત પટેલ અને કાંતિ ખરાડી વેલમાં ધસી આવતા ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

આ પણ વાંચો : BJP Gujarat:રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા BJPએ કરી નિરીક્ષકોની વરણી, જાણો વિગતો

Read More

Trending Video