UP Train Accident : યુપીના ગોંડામાં મોટી રેલ દુર્ઘટના, દીબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

July 18, 2024

UP Train Accident : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રેનના અકસ્માત ખુબ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓમાં મુસાફરો મૃત્યુ પામે છે. છતાં પણ હજુ આ પ્રકારની ઘટનાઓ અટકી રહી નથી. આજે વધુ એક પાટા પરથી ટ્રેનના ડબ્બા ઉતરી જવાની ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ગોંડામાં આજે ટ્રેન અકસ્માત સર્જાયો (UP Train Accident) હતો. જેમાં દિબ્રુગઢ એક્સપ્રેસ ટ્રેનના 10 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા.

યુપીના ગોંડામાં આજે બપોરે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ચંદીગઢથી ગોરખપુર થઈને આસામ જઈ રહેલી દીબ્રુગઢ એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના (UP Train Accident)માં અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. આ ઘટના ગોરખપુર રેલ્વે સેક્શનની મોતીગંજ બોર્ડર પર બની હતી. ઘટનાની માહિતી મળતા જ રેલવેના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલુ છે. ક્ષતિગ્રસ્ત કોચમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ રૂટ પર આવતી ટ્રેનો ખોરવાઈ ગઈ છે. રેલવે અધિકારીઓ ઉપરાંત પોલીસ પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મેડિકલ ટીમને પણ બોલાવવામાં આવી છે અને કોચમાં ફસાયેલા મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોPuri Ratna Bhandar : ભગવાન જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર કેટલો દુર્લભ….જુઓ શા માટે અત્યાર સુધી નથી ખોલ્યો આ રત્ન ભંડાર ?

Read More

Trending Video