સુરેન્દ્રનગરના લખતરમાં રોડ – રસ્તા પર પડેલા ગાબડા મામલે આપ પાર્ટીના કાર્યકરો દ્વારા અનોખો વિરોધ કરવામા આવ્યો હતો. જેમાં આપ કાર્યકરોએ રોડ રસ્તા પર પડેલા ગાબડાંનું પૂજન કરી વિરોધ નોંધાવ્યો હતો.
લખતરમાં ખરાબ રોડ રસ્તા મામલે સ્થાનિક લોકો તંત્રને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. છતાં પણ તંત્ર આ બાબતે ધ્યાન ન દેતા સ્થાનિક આપના કાર્યકરે ખાડાનું પુજન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
રોડ પર પડેલા ખાડા અને ગાબડાઓનું પૂજન કરી તંત્ર સામે વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ અનોખા વિરોધ બાદ તંત્રની આંખો ખુલે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.