નડિયાદમાં અનોખો ગરબો: સંતરામ મંદિર સંચાલિત ગર્ભસંસકાર કેન્દ્રમાં ૪૫ જેટલી ગર્ભસ્થ માતાઓ ગરબામાં લીધો ભાગ

October 20, 2023

સંતરામ મંદિર સંચાલિત અને મહંત શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજ ના સાનિધ્યમાં  શ્રી સંતરામ ગર્ભસંસકાર કેન્દ્ર (તપોવન) માંઆજરોજ શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રમાં નવરાત્રી ના પર્વ નિમિત્તે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ૪૫ જેટલી ગર્ભસ્થ માતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ઉત્સવો ઉજવવાની પરંપરા માનવ સંસ્કૃતિથી ચાલી આવે છે. આજની ભાગદોડવાળી જીવન શૈલી માટે તો ઉત્સવો મનાવવા ખૂબજ જરૂરી છે. ઉત્સવોથી માનવ જીવનમાં નવી શક્તિનો સંચાર થાય છે. હિન્દુ સંસ્કૃતિના તહેવારોમાં અનેક વિવિધતા જોવા મળે છે. એમાંય નવરાત્રિ જેવા તહેવારની તો વાત જ નિરાળી છે.નવરાત્રી જે દેવી ના ઉત્સવનું પ્રતીક છે અને જે દેવીને શક્તિના સ્વરૂપ ને વ્યક્ત કરે છે માટે જ શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન માં જગતમાતા મા અંબાની આરાધનાના પર્વ નવરાત્રિમાં શક્તિ, ભક્તિ, સાહસ ,સકારાત્મક ઉર્જા, અને આનંદ ના ગુણો નો ગર્ભસ્થ શિશુ માં આવિર્ભાવ થાય તે હેતુ થી શ્રી સંતરામ તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્ર માં તપોવન ગર્ભસ્થ માતાઓને તેહવારો ની ઉજવણી અને આનંદ કરાવવામાં આવે છે.

સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહી તપોવન માતાઓ ને ગર્ભાવસ્થામાં દરમિયાન આવીજ રીતે આનંદ કરે અને ઉત્સાહી બાળક ને જન્મ આપે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Read More

Trending Video