લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે જણાવ્યું છે કે, તેઓ આ લોકસભાની ચૂંટણીમાં પોતાના વિસ્તારમાં બેનર-પોસ્ટર નહી લગાવે, કોઈ માટે ચા-પાણીની વ્યવસ્થા પણ નહી કરે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, હું લોકોની ઈમાનદારીથી સેવા કરીશ પણ હું ખાઈશ નહી અને ના કોઈને ખાવા દઈશ નહી.
ચૂંટણી એજન્ડા સ્પષ્ટ
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં સુત્ર રહ્યું હતું કે, ખાતો નથી ખાવા દેતો નથી. આ સુત્રને જાણે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ અપનાવ્યું હોય તેમ તેમણે જણાવ્યું કે, તમને માલ પાણી પણ નહી મળે. લક્ષ્મી (પૈસા) ના પણ દર્શન નહી થાય. દેશી-વિદેશી દારૂ પણ નહી મળે. હું પૈસા ખાઈશ પણ નહી અને ખાવા દઈશ પણ નહી. પરંતુ તમારી સેવા ઈમાનાદારીપૂર્વક કરીશ. તે વિશ્વાસ રાખજો.
બેસ્ટ પરફોર્મન્સ મંત્રી
જણાવી દઈએ કે, નીતિન ગડકરી હાલ નાગપુરમાં સાંસદ છે. તેમણે વર્ષ 2014 અને 2019માં અહીંથી જીત મેળવી હતી. 2014 પહેલા નાગપુર કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ ગડકરીએ માન્યતાને તોડી બે વખત અહીંથી સાંસદ બન્યા. ગડકરી મોદી સરકારના બેસ્ટ પરફોર્મન્સ કરનારા મંત્રી છે. તેમની પાસે હાલ માર્ગ પરિવહ અને હાઈ-વે મંત્રાલય છે.
બેબાક્ વાણીથી ઓળખાય છે
પોતાની બેબાક્ વાણીથી હંમેશા ચર્ચામા રહેતા ગડકરી પોતાના વિભાગોના કામોને લઈને સતત એલર્ટ રહે છે. તે જાહેરમાં એવું કહેતા ઘણીવાર જોવા મળ્યા છે કે, હું ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહી કરું. સારી રીતે કામ થવું જોઈએ.