Budget 2024: નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં બજેટ (Union Budget 2024) રજૂ કર્યું છે..નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે.આ બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે ટ્રેનોના વધતા જતા અકસ્માતો વચ્ચે સરકાર પાસેથી રેલવે માટે કેટલીક ખાસ અપેક્ષાઓ હતી પરંતુ રેલવે બજેટ નિરાશાજનક રહ્યું છે. આ બજેટમાં રેલ્વે બજેટ માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવી નથી.
ભારતીય રેલ્વે અંગે બજેટમાં કોઈ જાહેરાત નથી
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ 2024 રજૂ કર્યું. તેમની પાસેથી રેલવે બજેટ અંગે કેટલીક મહત્વની જાહેરાતો થવાની અપેક્ષા હતી, પરંતુ કેન્દ્રએ વચગાળાના બજેટ 2024માં જાહેર કર્યા મુજબ મૂડી ખર્ચ યથાવત રાખ્યો હતો. તેથી રેલવે ક્ષેત્ર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી.
આશ્ચર્યજનક અને તદ્દન આઘાતજનક છે કે , નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2024 ભાષણમાં ભારતીય રેલ્વે માટે કોઈ નવી યોજના અથવા પહેલની જાહેરાત કરી ન હતી . વચગાળાના બજેટમાં રેલવે સેક્ટર માટે જે ફાળવણી કરવામાં આવી છે તે કોઈપણ ફેરફાર વિના યથાવત રહેશે.
રેલવે સ્ટોકમાં પણ જોરદાર ઘટાડો
આ બજેટમાં નિર્મલા સીતારમણે ભારતીય રેલ્વે બજેટનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ વખતે ભારતીય રેલ્વે બજેટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રિપોર્ટ અનુસાર, જેના કારણે રેલવે સ્ટોકમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.આ બજેટમાં લોકો વંદે ભારત, વંદે મેટ્રો અને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની પ્રગતિ અને નમો ભારત પહેલ જેવી નવી ટ્રેનો વિશે ઘોષણાઓની અપેક્ષા રાખતા હતા.
રેલવેમાં કોઈ ફેરફાર નહીં થાય
તે ખૂબ જ આઘાતજનક છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણ 2024-25માં ભારતીય રેલ્વે માટે કોઈ પહેલ કરી નથી કે કોઈ નવી યોજનાની જાહેરાત કરી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વચગાળાના બજેટમાં રેલવે બજેટ માટે જે ફાળવણી કરવામાં આવી છે તે કોઈપણ ફેરફાર વિના આગળ ધપાવવામાં આવશે.
સીતારમણે પોતાના ભાષણમાં માત્ર એક જ વાર રેલ્વેનો ઉલ્લેખ કર્યો હતો
નિર્મલા સીતારમણે રેલ્વે ક્ષેત્રને લગતી કોઈ ચોક્કસ જાહેરાત કરી ન હતી, પરંતુ આંધ્રપ્રદેશમાં ઈન્ફ્રા પ્રોજેક્ટ્સની જાહેરાત કરતી વખતે એકવાર તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો : Union Budget 2024: નાણામંત્રીએ બિહાર તેમજ આંધ્રપ્રદેશ માટે ખોલ્યો ખજાનો, આ મોટી જાહેરાતો કરાઈ