Union Budget 2024: બજેટ અંગે કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ?

July 23, 2024

Budget 2024: નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં બજેટ (Union Budget 2024) રજૂ કરી રહ્યા છે.નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે કેન્દ્ર સરકારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.

બજેટ અંગે કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા

આ સિવાય કેન્દ્ર સરકારે યુવાનો માટે ઘણી મોટી જાહેરાતો પણ કરી છે. આ દરમિયાન બજેટને લઈને કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની પ્રતિક્રિયા સામે આવી છે.

બજેટ પર પી ચિદમ્બરમે કહી આ વાત

બજેટ પર પી ચિદમ્બરમે કહ્યું, ‘મને એ જાણીને આનંદ થયો કે માનનીય નાણામંત્રીએ ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસનો લોકસભા 2024નો મેનિફેસ્ટો વાંચ્યો છે. મને ખુશી છે કે તેઓએ કોંગ્રેસના મેનિફેસ્ટોના પેજ 30 પર દર્શાવેલ એમ્પ્લોયમેન્ટ લિન્ક્ડ ઇન્સેન્ટિવ (ELI) વર્ચ્યુઅલ રીતે અપનાવ્યું છે. મને એ વાતનો પણ આનંદ છે કે તેઓએ કોંગ્રેસના મેનિફેસ્ટોના પેજ 11 પર દર્શાવ્યા મુજબ દરેક એપ્રેન્ટિસ માટે ભથ્થાઓ સાથે એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરી છે. હું ઈચ્છું છું કે નાણામંત્રીએ કોંગ્રેસના ઢંઢેરામાં બીજા કેટલાક વિચારોની નકલ કરી હોત. હું ચૂકી ગયેલી તકોની ટૂંકમાં યાદી આપીશ.

આ પણ વાંચો : Budget 2024: ઉદ્યોગપતિઓ પર મોદી સરકાર મહેરબાન ! મુદ્રા લોનની મર્યાદા વધારીને 20 લાખ કરવામાં આવી

Read More

Trending Video