Union Budget 2024: કેન્દ્રિય બજેટ પર CM Bhupendra Patel ની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

July 23, 2024

Union Budget 2024:  નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં બજેટ (Union Budget 2024) રજૂ કર્યું છે.નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે.આ બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે આ બજેટ પર અનેક દિગ્ગજોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ત્યારે આ બજેટ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટની સરાહના કરી આવકાર્યું હતું. તેમણે કહ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામનએ રજૂ કરેલું વર્ષ 2024-25 નું બજેટ ‘વિકસિત ભારત’ના નિર્માણનો સુરેખ પથ કંડારનારું છે.

બજેટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

મુખ્યમંત્રૂ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને લખ્યું છે કે , કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનએ રજૂ કરેલું કેન્દ્રીય બજેટ 2024-25 માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરનારા રોડમેપ સમાન છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનાવવાની દિશામાં આ બજેટ ખૂબ મહત્ત્વનું સાબિત થશે.

મોદી સરકાર 3.0 નું આ પ્રથમ બજેટ NDA એ લોકસભા ચૂંટણીમાં આપેલા વચનોને નિભાવીને ભારતના 140 કરોડ નાગરિકોની આશાઓ- અપેક્ષાઓ અને સપનાઓની પરિપૂર્તિ કરનારું છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN) ના સામર્થ્યને ઉજાગર કરતી વિવિધ યોજનાઓ આ બજેટમાં રજૂ કરવામાં આવી છે.

આ પ્રગતિશીલ બજેટ આપવા બદલ માનનીય પ્રધાનમંત્રીને તેમજ સતત સાતમી વાર દેશના વિકાસને વેગવંતુ બનાવતું બજેટ રજૂ કરવા બદલ માનનીય નાણામંત્રી નિર્મલા સીતારામનજીને હાર્દિક અભિનંદન.

આ પણ વાંચો : Jamnagar Rain :ચાલુ વરસાદમાં રસ્તામાં સગર્ભા મહિલાની હાલત ગંભીર બનતા 108 ની ટીમે પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો

Read More

Trending Video