Umesh Makwana : ઉમેશ મકવાણાની ભાજપમાં જોડાવવાની અટકળોનો અંત, પ્રેસ કોન્ફરન્સ કરી કર્યો ખુલાસો, કોને આપી ચેતવણી ?

April 15, 2025

Umesh Makwana : છેલ્લા અંદાજે એક મહિનાથી ગુજરાતમાં એક વાતની અટકળો શરુ થઇ હતી. બોટાદના AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણા AAPમાંથી રાજીનામુ આપી અને ભાજપમાં જોડાવાના છે. છેલ્લા કેટલાક સમયથી વહેતી થયેલી વાતનો આજે ખુદ ઉમેશ મકવાણાએ ખુલાસાઓ કર્યો હતો. આ મામલે આજે તેમણે વિધાનસભા પરિસરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આ વાત મામલે ખુલાસો કર્યો સાથે જ ભાજપમાં જોડાવવાની વાતને રદિયો આપ્યો છે.

ઉમેશ મકવાણાએ શું કહ્યું ?

ઉમેશ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, “હું AAPમાંથી રાજીનામુ આપી ભાજપમાં જોડાવવાનો છું. આ સાથે જ હું બધી અફવાઓનું ખંડન કરું છું. અને હું ભાજપમાં નથી જોડાવાનો. આ મામલે મીડિયામાં જે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તે દરેક લોકો સામે હું કાયદેસરની કાર્યવાહી કરવાનો છું. આ મામલે મેં હાઈકમાન્ડ સાથે પણ વાત કરી છે. અને મારી લીગલ ટીમ સાથે પણ વાત કરી છે. અને જે પણ ખોટી માહિતી ફેલાવતા લોકો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ આદમી પાર્ટીને કમજોર બનાવવા આ કરવામાં આવ્યું છે. મારી રાજકીય કરકિર્દીને નુકશાન પહોંચાડવા આ કરવામાં આવ્યું છે.”

આ પણ વાંચોAhmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ, રખિયલમાં નજીકની રેસિડેન્સીમાં હથિયારો સાથે ઘૂસી આતંક મચાવ્યો, પોલીસે કરી ધરપકડ

Read More

Trending Video