શા માટે વારંવાર અદાણી પોર્ટ પર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે? : ડ્ર્ગ્સ મુદ્દે Umesh Makwana એ હર્ષ સંઘવીને કર્યા સવાલ

August 23, 2024

Umesh Makwana : કચ્છના (Kutch) મુન્દ્રા (Mundra ) અદાણી પોર્ટ (Adani port) પર વારંવાર ડ્ર્ગ્સ (Drugs) મળી આવતી હોય છે. આ ડ્ર્ગ્સ મળ્યા બાદ તેની શુ થાય છે તેની પણ વિગતો સામે આવતી નથી. ત્યારે આ મામલે ફરી એક વાર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (Umesh Makwana) આજે વિધાનસભામાં અદાણી પોર્ટ પરથી વારંવાર ડ્ર્ગ્સ મળી આવવા મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. અને તેમણે દ્રગ્સ સાથે અદાણી પોર્ટના કનેકશન વિશે વાત કરી હતી. અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ ન કરવા મામલે પર પ્રહાર કર્યા હતા.

અદાણી પોર્ટ પરથી વારંવાર મળતા ડ્રગ્સ મુદ્દે ઉમેશ મકવાણાએ ઉઠાવ્યા સવાલ

ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભા ગૃહમાં મારા દ્વારા રાજ્યના ગૃહમંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 2021 થી 2024 સુધી કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર જે ₹35,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે હાલ ક્યાં છે? શું તેનો નાશ કરવામાં આવ્યો છે? જો તેનો નાશ કરવામાં આવ્યો હોય તો કઈ કંપની દ્વારા નાશ કરવામાં આવ્યો છે? કયા અધિકારી કે કયા નિવૃત્ત ન્યાયાધીશના નિરીક્ષણમાં નાશ કરવામાં આવ્યો છે? સાથે સાથે વધુ એક મહત્વપૂર્ણ સવાલ કર્યો હતો કે, શા માટે વારંવાર કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર ડ્રગ્સના જથ્થાઓ ઠલવાઈ રહ્યા છે? શું આવા પ્રાઇવેટ પોર્ટના અધિકારીઓ, ડાયરેક્ટરો કે માલિકોની કોઈ તપાસ કરવામાં આવી છે કે નહિ? અને જો તપાસ કરવામાં આવી હોય તો તે લોકો પર અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી? આવા કેસોમાં પોર્ટના કેટલા અધિકારી અને ડાયરેક્ટરોની ધરપકડ કરવામાં આવી છે? આ તમામ સવાલોના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો કે, 2021ની સાલમાં જે 21 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું તે NIA દ્વારા પકડાયું હતું માટે તે ડ્રગ્સ હાલ ક્યાં છે તેની કોઈ જાણકારી નથી.

બોટાદમાં દારુના અડ્ડાઓ પર કાર્યવાહી ન કરવા પર કર્યા સવાલ

વધુમાં ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું હતુ કે,  હાલ ગુજરાતનો કોઈપણ જિલ્લો એવો નથી જ્યાં ડ્રગ્સ ન મળતું હોય, ખાસ કરીને મારા બોટાદ જિલ્લાની વાત કરું તો વારંવાર પોલીસ અધિક્ષકને મેં પોતે પુરાવા સહિત રજૂઆત કરી હતી કે કઈ કઈ જગ્યાએ દારૂ વેચાય છે અને દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે. તેમ છતાં પણ આજની તારીખમાં બોટાદમાં પોલીસના અધિકારીઓ મસમોટા હપ્તાઓ લે છે અને બેફામ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂ વેચાય છે. માટે મેં આ મુદ્દા પર ગૃહમંત્રીને સવાલ કર્યો હતો કે જો એક ધારાસભ્ય પોતાના જીવના જોખમે માહિતી લાવીને પોલીસ અધિક્ષક સમક્ષ તમામ પુરાવાઓ રજૂ કરે છે તેમ છતાં પણ દારૂના અડ્ડા ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું આવા પોલીસ અધિક્ષક પર આપ કોઈ પગલાં લેશો કે કેમ? આના જવાબમાં ગૃહમંત્રી દ્વારા આ સવાલનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને હથિયારોના લાઇસન્સ આપવા પર પ્રહાર

વધુમાં ઉમેશ મકવાણાએ કહ્યું કે,  બોટાદ કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા એક વર્ષમાં ઓછામાં ઓછા 22 જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ આપવામાં આવ્યા છે. મોટાભાગના લોકો બુટલેગરો અને અસામાજિક તત્વો પાસેથી મસમોટી રકમો લઈને લાયસન્સ આપવામાં આવ્યા છે. બીજી બાજુ મેં પોતે ધારાસભ્ય તરીકે સ્વરક્ષણ માટે લાયસન્સ માટે અરજી કરી હતી અને જણાવ્યું હતું કે મારા જીવને જોખમ છે, માટે મને હથિયારનું લાઇસન્સ આપો. પરંતુ બોટાદ કલેકટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા મારી અરજી નામંજૂર કરવામાં આવી હતી. મારા પર એક પણ ગુનો નોંધાયેલ નથી અને આ પહેલા પણ મારા પર જીવલેણ હુમલાઓ થયેલા છે. વારંવાર અમે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ અભિયાન ચલાવીએ છીએ માટે અમારા જીવને હજુ પણ ખૂબ જ જોખમ છે. અને આવી પરિસ્થિતિમાં મારા જેવા ધારાસભ્યને હથિયારનું લાયસન્સ આપવામાં આવતું નથી અને બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને હથિયારોના લાઇસન્સ આપવામાં આવે છે. આના જવાબમાં રાજ્ય ગૃહમંત્રીએ ખાતરી આપી કે આ બાબત પર તેઓ કાર્યવાહી કરશે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.

અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ કેમ નહીં ?

વધુમાં ઉમેશ મકવાણાએ કહ્યું કે,  આજે પાનના ગલ્લે પણ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને નવી નવી મોડસ ઓપરેન્ડી આવી રહી છે. વારંવાર બિનવારસી ડ્રગ્સ પકડાતું હોય છે અને તેમાં કોઈનું નામ નથી આવતું. અને જો નામ આવે તો પણ કોઈ ઝુંપડપટ્ટીમાં રહેનાર ગરીબ વ્યક્તિ કે સાયકલ પણ ન હોય તેવા વ્યક્તિનું નામ આવે છે. બીજી બાજુ અદાણી પોર્ટના માલિકો વિરુદ્ધ તપાસ પણ કરવામાં આવતી નથી. આ સવાલનો પણ જવાબ ગૃહમંત્રીએ આપ્યો નથી. માટે ગુજરાતના યુવાનો માટે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભો થયો છે.

આ પણ વાંચો : ગુજરાતના માથે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય,આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

Read More

Trending Video