Umesh Makwana : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષણજગતમાં જેટલી મોટી વિકાસની વાતો કરવામાં આવતી તેટલી જ વધારે શિક્ષણની કથળતી સ્થિતિ છે. અને હવે ગુજરાતમાં એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે. જેમાં નેતાઓ હવે પત્ર લખી અને સરકાર સામે પોતાની રજૂઆત કરે. તેવો જ એક પત્ર આજે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં તેમને ગુજરાતના શિક્ષણ, વિદ્યાર્થીઓને પડતી શિષ્યવૃતિમાં સમસ્યાઓ અને દાહોદ બાળકીની હત્યા મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરી છે.
ઉમેશ મકવાણાએ શિષ્યવૃતિ મામલે કરી ફરિયાદ
આ પત્રમાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખુબ કથળી ચુકી છે અને આપનું સ્કુલ મોડેલ પણ ખુબજ ખરાબ છે. ઘણી શાળાઓની ઇમારતની હાલત પણ ખુબ જ ખરાબ જોવા મળે છે. બાળકોને ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરવો પડે છે તેવા પણ કિસ્સાઓ આવી રહ્યા છે, તેમજ શાળાઓમાં શિક્ષકોની ઘટ ઓરડાઓની ઘટ, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે E-KYCના નામ પર ધક્કા ખવડાવવામાં આવે છે. ગાંધીના ગુજરાતમાં શિક્ષણની આવી હાલત છે.
દાહોદની ઘટના બાદ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે શું કહ્યું ?
ગુજરાતમાં હવે વિધાર્થીનીઓ સરકારી શાળાઓમાં પણ સુરક્ષિત નથી, હવે ગરીબ ઘરના બાળકો જ સરકારી શાળામાં અભ્યાસ માટે જાય છે. તો કયાં સુધી ગરીબ દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી રહેશે. વિદ્યાર્થીનીઓ જોડે અડપલા થવા લાગ્યા છે અને તેમના જીવ પણ ગુમાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે દાહોદની એક પ્રાથમિક શાળામાં ધોરણ.1 માં ભણતી 6 વર્ષની બાળા જોડે શાળાના આચાર્યએ અડપલા કરી તેની હત્યા નીપજાવી છે. જો આવી સ્થિતિ રહી તો માતા-પિતા પોતાની દીકરીઓને શાળાએ મોકલતા પણ ડરવા લાગશે અને બાળકીઓ શિક્ષણથી પણ વંચિત રહેશે. આપણા ગુજરાતમાં બાળકીઓની સુરક્ષા થવી આવશ્યક છે. શું આ છે આપના ગુજરાતનું શિક્ષણ મોડેલ ?
*શિક્ષણની ખરાબ સ્થિતિ અને દાહોદમાં બનેલી વિદ્યાર્થીનીની ઘટના મુદ્દે ‘આપ’ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું.*
*’આપ’ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગ્યું.*
*એક આચાર્યએ 6 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા અને… pic.twitter.com/JfQOQdvSgc
— Umeshbhai Makwana (@MLABotad) September 26, 2024
દરેક સરકારી શાળાઓમાં પોલીસની SHE-ટીમ ધ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સિલ કરવામાં આવે અને એવા જણાતા કોઈ વ્યક્તિ કે શિક્ષક દ્વારા જો કોઈ છેડતી કે અડપલા કરવામાં આવે તો તેની તાત્કાલીક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરી પગલા ભરવામાં આવે. ફરી આવી ઘટના ન બને માટે આપણા ગુજરાતના શિક્ષણ મંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઇએ. દાહોદમાં બનેલી ઘટનામાં ભોગ બનનાર વિદ્યાર્થીનીના પરિવારને મુખ્યમંત્રી રાહતફંડમાંથી વળતર પેટે ૨૫ લાખ રૂપિયા ચુકવવા મારી વિનંતી છે.
આ પણ વાંચો : Navratri 2024 : નવરાત્રીમાં મહિલા સુરક્ષાને લઈને પોલીસ સતર્ક, ગરબામાં જતા પહેલા આટલા પગલાં ધ્યાનમાં રાખો