Surat: આજે દેશભરમાં ભગવાન ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.નવ દિવસ ભગવાન ગજાનંદની પૂજા-અર્ચના બાદ આજે લોકો બાપ્પાનું વિસર્જન કરી રહ્યાં છે. ત્યારે સુરતમાં વિધ્નહર્તાની વિસર્જન યાત્રામાં જ વિઘ્ન નડ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન બે મોટી દુર્ઘટના ટળી હતી.
ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટી જતા ટ્રેક્ટર પલટ્યું
પહેલી ઘટનામાં સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન અચાનક ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ થયો હતો. ચાલુ ટ્રેક્ટરમાં ટાયર ફાટી જતા ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.જેમાં ગજાનંદની મૂર્તિના ટુકડા થઈ ગયા એવું કહેવાય છે કે નવ દિવસ સુધી ગજાનંદની સેવા કર્યા પછી આજે ભગવાન ગણેશના ઘણા ભક્તો દુઃખી છે.
શોભાયાત્રામાં પ્રતિમા સાથે મુકેલા ફટાકડામાં આગ લાગી
આ પછી બીજી ઘટનામાં શહેરના ભાગળ વિસ્તારમાં જ્યાં ગણેશ વિસર્જન માટે લઈ જવામાં આવી રહ્યા હતા તે ભાગળ ચોક પર મૂર્તિની પાછળ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. મોટી દુર્ઘટના થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક લારીમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી અને તમામનો આબાદ બચાવ થયો હતો. ત્યારબાદ, ગણેશ મંડળે ભેસ્તાન વિસ્તારમાં વિસર્જન યાત્રા પણ કાઢી હતી, જે અકસ્માતનો ભોગ બની હતી.જો કે આ બંન્ને ઘટનાઓમાં ક્યાંય જાનહાની સર્જાઈ ન હતી.
આ પણ વાંચો : Surendranagar: સર્વેના નામે માત્ર નાટક! વળતર નહીં મળતા ખેડૂતો સાથે કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ