નવરાત્રિના (Navratri 2023) આયોજનોમાં અન્ય ધર્મના લોકોને પ્રવેશ નહી આપવા હિંદૂ સંગઠનો સક્રિય છે. બજરંગ દળ (Bajrang Dal) અને વિશ્વ હિંદૂ પરિષદના (VHP) કાર્યકર્તાઓ નવરાત્રિના આયોજનોમાં જઈને લોકોને તિલક કરી ગંગાજળ છાંટી પ્રવેશ કરાવે છે અને અન્ય ધર્મનો કોઈ પણ વ્યક્તિ ગરબાના (Garba) આયોજનમાં પ્રવેશ્યો હોય તેની પાસે પાસ હોય તો પણ તેને પ્રવેશવા દેવામાં નથી આવતા. પરંતુ હિંદૂત્વ (Hindutva) મુદ્દે તમારી બે ચહેરા જનતાની સામે આવી ગયા છે.
હર્ષ સંઘવી અને સફીન હસનના ગરબા
અમદાવાદમાં (Ahmedabad) આવેલ IPS મેસ ખાતે ગઈકાલે રાત્રે IPS વાઈવ્સ એસોસિએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવનું આયોજન થયું છે. જેમાં ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (HM Harsh Sanghavi) ઉપસ્થિત રહ્યાં હતા. અહીં ગૃહ રાજ્યમંત્રી ગુજરાત પોલીસના IPS અધિકારીઓ સાથે ગરબા કર્યાં હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગરબા લે છે અને તેમની બાજુમાં ગુજરાતના સૌથી નાના IPS સફીન હસન પણ ગરબા લઈ રહ્યાં છે.
નિર્ભય સવાલ
હર્ષભાઈ, એક તરફ અમદાવાદમાં જ ગરબાના આયોજનોમાં તમારી જ પાર્ટીની વિચારધારા ધરાવતા હિંદૂ સંગઠનોના લોકો અન્ય ધર્મના લોકો જે ગરબા માટે આવ્યા છે તેને પાસ હોવા છતાં પ્રવેશ કરવા દેતા નથી. પોલીસની હાજરીમાં કાયદાની ધજ્જીયા ઉડે છે અને તે જ સમયે બીજી બાજુ અન્ય ધર્મના IPS અધિકારી સાથે તમે ખુદ ગરબા લઈ રહ્યાં છો. સફીન હસન (Safin Hasan) ગરબા લે એનાથી કોઈ વાંધો છે જ નહી પરંતુ આમા હિંદુત્વ પરની તમારી બેવડીનીતિ ઉઘાડી પડી ગઈ છે. શું તમે તમારા અધિકારીને ગૌમૂત્ર છાંટીને તિલક કર્યું હતું કે પછી તે IPS અધિકારી છે એટલે તેમને છૂટ છે અને જો એવું હોય તો અન્ય લોકોને કે જે ખરેખર ગરબા માટે જાય છે તેમની સાથે આવો વ્યવહાર કેમ? આમા તમારા બે ચહેરા જનતા સામે ઉઘાડા થયાં છે.