Rampur Accident: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ મુસાફરોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, રામપુર જિલ્લાના મિલકમાં હાઈવે પર બે બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે બસમાં મુસાફરી કરી રહેલા ત્રણ મુસાફરોના મોત થયા હતા, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ અકસ્માત મિલક રામપુર નેશનલ હાઈવે પર ભૈરવ બાબા મંદિર પાસે સવારે 4.30 વાગ્યે થયો હતો. સોમવારે સવારે રોડવેઝ અને ખાનગી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
બાકીના ઘાયલોની મિલકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડીએમ, એસપી અને સીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડીએમએ કહ્યું કે ખાનગી બસ ખોટી દિશામાંથી આવી રહી હતી, જેના કારણે આ અકસ્માત થયો. ખાનગી બસ શ્રાવસ્તી જઈ રહી હતી. ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. નવ લોકોને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.