chaitar vasava : કેવડિયામાં (Kevadia) ટ્રાઇબલ મ્યુઝિયમનું (tribal museum ) બાંધકામ કરનારી એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધી રાખીને ઢોર માર્યો હતો. તેમાં ગઈકાલે એક આદિવાસી યુવાનનું મૃત્યુ થયું હતું અને આજે સારવાર દરમિયાન બીજા આદિવાસી યુવાનનું પણ મૃત્યુ થયું છે. ત્યારે આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.
આદિવાસી યુવાનો ઢોર મારથી મૃત્યુ પામ્યા
જાણકારી મુજબ કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમ બની રહ્યું છે. તેની બાજુના કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ત્યાં મુખ્ય રસ્તા પરથી પસાર થતા હતા. ત્યારે, ટ્રાઈબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારી એજન્સીના માણસો એ બે યુવાનોને મ્યુઝિયમ બાંધકામના સ્થળ પર લઈ જઈ, કપડા કાઢી, બાંધી અને ગોંધી રાખીને આખી રાત ઢોર માર માર્યો હતો.આ દરમિયાન બે યુવાનોમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું. અને એક યુવાન રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતો .નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેએ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી હત્યા, હત્યાનો પ્રયાસ, રાયોટિંગ અને એક્ટ્રોસિટીનો દાખલ કરાવી તપાસ DYSP ને સોપાઈ છે. ત્યારે ચૈતર વસાવાએ આદિવાસી વિસ્તારોમાં બહારથી આવનાર એજન્સીઓને બચાવવા, કાયદેસરની કાર્યવાહી માટે ફરિયામાં 5 મજૂરો અને સુપરવાઇઝરનું નામ નાખીને પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ પીડિતના પરિવારને મદદ ન કરાઇ, ન્યાય ન મળે અને દોષીતો પર કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી.
ચૈતર વસાવાએ જિલ્લા પોલીસ વડા પાસે માંગ્યો ખુલાસો
ચૈતર વસાવાએ કહ્યું કે, અમે ગઈ કાલથી પોલીસને અપીલ કરીએ છીએ કે, જે ઘટનાએ આ બનાવ બન્યો છે તે જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જે એજન્સીના માલિકના કહેવાથી યુવકોને ઢોર મારવામાં આવ્યો હતો તે માલિકનું નામ પણ ફરિયાદમાં દાખલ કરવું જોઈએ. ત્યાં જે સાધનોથી માર મારવામાં આવ્યો છે તે સાધનોને પોલીસે રિકવર કર્યા નથી. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તે લોકો ચોરી કરવાના ઈદારે ત્યા ગયા હતા તો તેના કોઈ પુરવા હોય તો અમને આપે. આજે આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે. આ ઘટનાને દબાવવા માટે ચોરીનો આરોપ લગાવાવમા આવી રહ્યોછે. જ્યાં સુધી તેનો ખુલાસો નહીં આવે ત્યાં સુધી અમે અંતિમ સંસ્કાર કરીશું નહીં.
આવતી કાલે કેવડિયા ગરુડેશ્વર રહેશે બંધ
આવતી કાલે કેવડિયા ગરુડેશ્વર સંદેતર બંધનું એલાન આપીએ છીએ. 5 દિવસ પછી 12 ઓગસ્ટના રોજ કેવડિયામાં આ યુવકોની શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ રાખીશું. અને સત્તામંડળને એવી રજુઆત કરીશું કે તેમના તાબા હેઠળની આવી જે પણઓ એજન્સીઓ હોય તેમાં જેટલા પણ બહારના લોકો હોય તેની અમને યાદી આપે. જેમનું પણ શોષણ થયું હોય તેની રજુઆત કરીશું.
વિશ્વ આદિવાસી દિવસને આક્રોશ દિવસ તરીકે મનાવવાની જાહેરાત
વધુમાં તેમણે જુની સિલિવ હોસ્પિટલ ખાતે થયેલ ઘર્ષણની ઘટના બાબતે કહ્યું હતુ કે, જે મુખ્ય આરોપીઓ છે તેમની નામ એફ આઈ આરમાં લખ્યા નથી અને જે મજૂર છે તેમના પર ફરિયાદ કરી છે. અમે ડેડબોડી લઈને કચેરીએ જવાના હતા કોઈ પણ સંમતિુ વગર પોસ્ટમોર્ટમ કરવામા આવી રહ્યું છે. કેવડિયાામાં વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનું બંધ રાખવામા આવ્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતી કાલે મનાવીશું.
આ પણ વાંચો : Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસ મામલે જેની ઠુંમરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ