Vande Bharat Metro Train: રેલવે યાત્રીઓ માટે મોટી ખુશખબરી! પહેલી વંદે ભારત મેટ્રો ટ્રેનનું થયું સફળ ટ્રાયલ

August 3, 2024

Vande Bharat Metro Train: ભારતીય રેલ્વેના લાખો મુસાફરો માટે એક મોટા ખુશખબર છે. ભારતીય રેલ્વે (Indian Railway) તેના કરોડો મુસાફરોને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહી છે. રેલવે વંદે ભારતનું વંદે મેટ્રો વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. શનિવારે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેનનું (Metro Train) સફળ ટ્રાયલ રન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે વંદે ભારત મેટ્રો ટ્રેન પાટા પર દોડવા લાગી છે.

મુસાફરોને ખુશખબર આપતા ભારતીય રેલ્વેએ ચેન્નાઈ બીચ અને કટપડી જંક્શન વચ્ચે વંદે ભારત મેટ્રોની ટ્રાયલ રન પણ શરૂ કરી દીધી છે. જોકે, આ વંદે ભારત મેટ્રો ટ્રેન ટૂંકા અંતર માટે હશે. ટ્રાયલ રન દરમિયાન વંદે ભારત મેટ્રો ટ્રેને 130 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તમને જણાવી દઈએ કે વંદે ભારત મેટ્રો ટ્રેનો મેમુ ટ્રેનનું સ્થાન લઈ શકે છે.

ટોપ સ્પીડ 130 કિમી પ્રતિ કલાક રહેશે

ભારતીય રેલવેએ (Indian Railway) વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ કરી છે. વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન ચેન્નાઈ બીચથી કટપડી જંક્શન સુધી કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન મુખ્ય રેલવે સુરક્ષા કમિશનર વંદે મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા હતા. ચેન્નાઈ બીચ સ્ટેશનથી ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 9.30 વાગ્યાનો હતો અને પછી વિલ્લીવાકમ પહોંચતા જ કેટલાક અધિકારીઓ ટ્રેનમાં ચડી ગયા હતા.

જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે વંદે ભારત મેટ્રો ટ્રેન ચેન્નાઈ બીચથી કટપડી સ્ટેશન વચ્ચે દોડશે કે અન્ય કોઈ રૂટ પર દોડશે. વંદે મેટ્રો થોડા મહિના પહેલા ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી હતી. આ સંપૂર્ણ એસી ટ્રેન છે. જેની ટોપ સ્પીડ 130 કિલોમીટર પ્રતિ કલાક હશે.

વંદે ભારત મેટ્રો ટ્રેનમાં વંદે ભારત ટ્રેન જેવી જ સુવિધાઓ હશે

રેલવેના જણાવ્યા પ્રમાણે વંદે ભારતની જેમ દરવાજા પણ આપોઆપ ખુલી જશે. આ ટ્રેનમાં મુસાફરોને અન્ય ટ્રેનો કરતા વધુ સુવિધા મળશે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વંદે મેટ્રો ટ્રેનમાં વંદે ભારત ટ્રેન જેવી જ સુવિધાઓ હશે. તેના ફીચર્સ પણ વંદે ભારત ટ્રેન જેવા જ હશે. જોકે, તેમાં પેન્ટ્રી નહીં હોય.

ખરેખર, આ ટ્રેન ટૂંકા અંતર માટે ચલાવવામાં આવી રહી છે. જેથી એક શહેરથી બીજા શહેરમાં સરળતાથી મુસાફરી કરી શકાય. મળતી માહિતી મુજબ એક કોચમાં લગભગ 100 મુસાફરોને બેસવાની જગ્યા હશે. આ સિવાય 200 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે. વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ આગામી કેટલાક દિવસો સુધી આ રીતે ચાલુ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે તેને 15 ઓગસ્ટ પહેલા સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવી શકે છે.

Read More

Trending Video