AAP News: આમ આદમી પાર્ટીએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027 ની વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજથી 3 નવેમ્બર સુધી ત્રિદિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ચૂંટણી પંચ દ્વારા SIR ની પ્રક્રિયા શરૂ થવાની છે એમાં ગુજરાતના મતદારો મતદાનથી વંચિત નહીં રહી જાય અને ખોટા મતદારો મતદાર યાદીમાં નહીં ઘૂસી જાય એના માટે આમ આદમી પાર્ટી(AAP) પોતાના કાર્યકરોની આખી ટીમ તૈયાર કરવાની છે. જેને આમ આદમી પાર્ટી દ્વારા આજથી ત્રણ દિવસીય ગુજરાત નિર્માણ પ્રશિક્ષણ શિબિર આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય શિબિરનું આયોજન આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવશે.
આમ આદમી પાર્ટી?(AAP)એ હવે ગુજરાતની જનતાના આત્માને જગાડવાનું બીડુ ઝડપી લીધું છે. જેના માટે આમ આદમી પાર્ટી(AAP)ના વરિષ્ઠ નેતાઓ, ધારાસભ્યો મહાપંચાયત, વિવિધ સભાઓ, જનસભાઓ અને પદયાત્રા યોજી રહ્યા છે. વિસાવદરની જીત બાદ શહેરીજનો અને ગ્રામજનોએ સમગ્ર ગુજરાતમાં વિસાવદરવાળી કરવાનું જાણે કે મન બનાવી લીધું હોય તેમ આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈને આમ આદમી પાર્ટીના કદને વિશાળ બનાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સહિત વિવિધ સમાજના આગેવાનો પણ આમ આદમી પાર્ટીને સમર્થન આપીને પરિવર્તન માટેની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: વિમાનમાં માનવ બોમ્બ છે, હૈદરાબાદ ન લઈ જાઓ; IndiGo flightને મોકલવામાં આવ્યો ધમકી ભર્યો મેઇલ