નવરાત્રીનો તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજકો દ્વારા આ વખતે વિવિધ નિયમો બનાવાવમા આવી રહ્યા છે. ત્યારે વડોદરા અને કચ્છમાં ગરબા આયોજકો દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરાના ડભોઇ એપીએમસી ખાતે ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા અનોખો નિર્ણય લેવામા આવ્યો છે. અહીં માત્ર ટ્રેડિશનલ ડ્રેસ અને કપાળ પર તિલક કરીને આવનારાનેજ પ્રવેશ આપવામાં આવશે તેવું જાહેર કરવામા આવ્યું છે.
વડોદરામાં ટ્રેડિશનલ ડ્રેસ અને તિલક ફરજિયાત
પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા ગરબામાં ભાગ લેવા માંગતા દરેક ખેલૈયાઓ માટે નવા નિયમો બનાવાવમા આવ્યા છે. જેમાં ખેલૈયાઓને ટ્રેડિશનલ ડ્રેસની સાથે કપાળ પર તિલગ લગાવવું ફરજિયાત કરવામા આવ્યું છે. અને જો કોઈ આ નિયમનું પાલન નહીં કરે તો તેને ગરબામા એન્ટ્રી નહીં મળે તેમ જણાવવામા આવ્યું છે.
કચ્છમાં લેવાયો નિર્ણય
જાણકારી મુજબ કચ્છમાં પણ આવો જ નિર્ણય લેવામા આવ્યો છે. જેમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે તિલક કરેલા વ્યક્તિને જ પ્રવેશ આપવામા આવશે તેવું જાહેર કરવામા આવ્યું છે. આ અંગે આયોજકોએ જણાવ્યુ છે કે, લવ જેહાદથી બહેનો દીકરીઓ દુર રહે તે જરુરી છે અને તેના માટે જ આવા નિર્ણય લેવામા આવી રહ્યા છે. તેમજ અનેય ધર્મના લોકોને ખરેખર ગરબા રમવા આવવું હોય તો સ્વાગત છે પરંતુ તેમને નવરાત્રીની પવિત્રતા જાળવવાની રહેશે. આમ કચ્છમાં તિલક અને ગૌમુત્રના અભિષેક બાદ જ પ્રવેશ અપાશે તેમ આયોજકોએ જણાવ્યું છે.
શા માટે લેવાયો નિર્ણય ?
રાજ્યમાં લવ જેહાદ અને હિન્દુ યુવતીઓ સાથે છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હોવાનું જણાવવામા આવી રહ્યું છે.