આજનું પંચાગ
તા. ૨૧.૧૦.૨૦૨૩ શનિવાર ,સંવંત ૨૦૭૯ આસો સુદ સંતમ, પૂર્વાષાઢા નક્ષત્ર, સુકર્મા યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.
મેષ (અ,લ,ઈ)
ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે,મહત્વના કાર્ય સ્વર બાજુ કરવા.
વૃષભ (બ,વ,ઉ)
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ)
ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો,દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)
શત્રુઓથી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે,અંગત લોકોમાં મતભેદ રહી શકે.
સિંહ (મ,ટ)
સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,મનની વાત વ્યક્ત કરી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ)
જમીન મકાન વાહન સુખ સારું રહે,પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો, આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત)
નોકરિયાતવર્ગને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્યમાં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય)
આર્થિક બાબતમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો, ધાર્યા કામ પાર પાડી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ)
મિત્રોની મદદ મળી રહે,કામકાજમાં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ)
ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળીને કરવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
કુંભ (ગ,સ,શ )
સગા સ્નેહી મિત્રોથી સારું રહે,કાર્યમાં પ્રગતિ કરી શકો, નવી દિશા ખુલતી જણાય.
મીન (દ,ચ,ઝ,થ)
નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,આશાનું કિરણ જોવા મળે, પ્રગતિકારક દિવસ.
અનેક ક્ષેત્ર પર દરોડા કે અન્ય કાર્યવાહી થઇ શકે
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણીએ જણાવ્યું હતુ કે, રાહુના રાશિ પરિવર્તન સમયે અનેક ક્ષેત્ર પર દરોડા કે અન્ય કાર્યવાહી થઇ શકે, ઘણા હાઈ પ્રોફાઈલ ડાઇવોર્સ કેઈસ સામે આવી રહ્યા છે અને ઇટાલીના વડાપ્રધાન તેમના જીવનસાથી થી અલગ થી રહ્યા છે તો બીજી તરફ ભારત- કેનેડાના સંબંધોમાં ખટાશ વધી છે જયારે ઇઝરાયેલ પેલેસ્ટાઇન યુદ્ધ વિશ્વના તમામ દેશોના ફોકસમાં છે અને બધા દેશ એક ય બીજી તરફ પોતાની જાતને ગોઠવી રહ્યા છે.!! અગાઉ લખ્યા મુજબ સાયબર ફ્રોડના કિસ્સા આપણા દેશમાં અનહદ વધ્યા છે જેની નોંધ લઇ સીબીઆઈ સક્રિય બની છે અને અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે રાહુના રાશિ પરિવર્તન સમયે અનેક ક્ષેત્ર પર દરોડા કે અન્ય કાર્યવાહી થઇ શકે તેમ છે ખાસ કરીને મોટી હોસ્પિટલો થી લઈને જેલ અને ખાદ્યસામગ્રી સ્ટોક બાબતે કાર્યવાહી થતી જોવા મળશે. આજરોજ શનિવાર ને સાતમું નોરતું છે. સાતમા નોરતે માં કાલરાત્રિની સાધના કરવામાં આવે છે. શનિ જેવા ક્રૂર ગ્રહોને શાંત કરવામાં અને પનોતીની અસર દૂર કરવામાં માં કાલરાત્રિની આરાધના કરી શકાય છે. માતાજીના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે, માતાજીનું વાહન ગધેડું છે. માતાજી પોતાના ઉપરની બાજુ રહેલા જમણા હાથની વરમુદ્રાથી બધાને આશિર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. માંના ડાબી તરફના ઉપરવાળા હાથમાં ખડગ તેમજ નીચેવાળા હાથમાં વજ્ર છે.