Today’s Horoscope : વાંચો મેષથી મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, જાણો રાશિફળ

October 25, 2023

આજનું પંચાગ

તા. 25-10-2023 બુધવાર ,સંવંત 2079 આસો સુદ અગિયારસ, શતતારા નક્ષત્ર, વૃદ્ધિ યોગ,બવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ,સ,શ ) રહેશે.

મેષ (અ,લ,ઈ)
  • મનમાં અન્ય પ્રત્યે અભાવ આવી શકે છે પરંતુ નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ)
  • ઉતાવળે કાર્ય નહિ કરી શકો ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ)
  • સંઘર્ષ પછી સફળતા મળે, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)
  • તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકશો, પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ)
  • અટવાયેલા કાર્ય પૂર્ણ થાય, કોર્ટ કચેરીમાં સારું રહે, ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ)
  • લાગણીના સંબંધોમાં સારી અનુભૂતિ થાય ,અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત)
  • સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,ઈચ્છીત પરિણામ મેળવી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય)
  • ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય, વિદેશ જવા માંગતા મિત્રોને પણ વાત આગળ વધે!.
ધન (ધ,ભ,ફ,ઢ)
  • આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો, સત્સંગથી સંશયો દૂર થાય , શુભ દિન.
મકર (ખ,જ)
  • વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય,જીવનમાં નવો પ્રકાશ ફેલાતો લાગે.
કુંભ (ગ,સ,શ )
  • તમે તમારી જાત સાથે રહી શકો,શોખ અને આનંદની બાબતો કરી શકો, મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ)
  • સવાર બાજુ થોડી કામગીરી રહે, તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
શેરબજાર માં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે

શેરબજાર માં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તો છ ગ્રહોની યુતિ પ્રતિયુતિ વચ્ચે યુદ્ધ તેના આગળના ચરણ તરફ ધપી રહ્યું છે અને ઇઝરાયેલ એક પછી એક મોરચા ખોલી રહ્યું છે. અગાઉ લખ્યા મુજબ ડ્રગ્સની સંડોવણી ઘણી ઘટનાઓમાં ખુલી રહી છે અને આગામી દિવસોમાં ડ્રગ્સની હેરફેર માટે અને યુદ્ધ માટે દરિયાઈ માર્ગોનો ઉપયોગ વિશેષ થતો જોવા મળશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો વિશ્વમાં સત્તા પર બિરાજમાન દિગ્ગજ લોકોને સ્વાસ્થ્યની તકલીફ થઇ શકે છે અને ઘણી જગ્યાએ મુખ્ય વ્યક્તિ બીમાર પડવાના કારણે અન્ય વ્યક્તિઓ નિર્ણય લેતા જોવા મળશે. ઘણા સેલિબ્રેટી કે ઉચ્ચ આસન પર બિરાજમાન લોકોને લાંબો સમય હોસ્પિટલમાં રહેવાનું બની શકે. આ સમયમાં ભારતવર્ષની વાત કરીએ તો ઘણા રાજ્યોમાં કેટલાક તત્વો અશાંતિ ફેલાવા પ્રયત્ન કરી શકે છે અને આંતરવિગ્રહની સ્થિતિનું નિર્માણ કરતા જોવા મળે જો કે આગામી દિવસોના ગ્રહમાન મુજબ આતંકીઓ માટે પણ સમય ખરાબ છે અને આતંકીઓ તેના આખરી અંજામ સુધી પહોંચતા જોવા મળશે વળી આ સમયમાં ભારતીય એજન્સીઓ અન્ય દેશમાં છુપાયેલા આતંકીઓનો પણ આગવી રીતે સફાયો કરતી જોવા મળશે અને ઘણા મોસ્ટ વૉન્ટેડ આરોપીઓ અને આતંકીઓ આખરી મંજિલ તરફ ગતિ કરતા જોવા મળશે.

Read More

Trending Video

   
         
                 
સ્વાસ્થ્ય માટે વરદાન છે આંબળા, તમને મળશે ગજબના ફાયદા સોનાક્ષીએ પતિ ઝહીર ઈકબાલ સાથે કરી પ્રથમ ગણેશ ચતુર્થીની ઉજવણી, જુઓ Photos સુરતના વેપારીએ હીરા પર બનાવી ટ્રમ્પની પ્રતિકૃતિ, જુઓ Video સુંદરતામાં આ મહિલા IAS ઓફિસર બોલિવૂડની હિરોઈનોને પણ આપે છે ટક્કર, જુઓ ફોટો સીઆર પાટીલે જય શાહને સ્ટેડિયમાં શું કહ્યું? જુઓ તસવીરો