આજનું પંચાગ
તા. 24-10-2023 મંગળવાર ,સંવંત 2079 આસો સુદ દશમ, ધનિષ્ઠા નક્ષત્ર, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ,સ,શ ) રહેશે.
મેષ (અ,લ,ઈ)
આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,ધાર્યા પરિણામ પ્રાપ્ત કરી શકો, પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ)
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,વેપારીવર્ગને મધ્યમ રહે,નોકરિયાતને સારું રહે,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ)
નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો,મિત્રોની મદદ મળી રહે ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)
માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,નેગેટિવ વિચારો આવે, મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ)
અંગત જીવનમાં સારું રહે,સામાજિક રીતે આગળ વધી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ)
જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી,પરેજી પાલવ સલાહ છે.
તુલા (ર,ત)
સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો, શુભ દિન.
વૃશ્ચિક (ન,ય)
નવા આયોજનો વિચારી શકો ,તમારા શોખ માટે સમય કાઢી શકો, દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ)
ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે, નવા સંબંધોમાં સારું રહે, યાદગાર દિવસ.
મકર (ખ,જ)
આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી,સત્ય કહેવાની રીત પણ બદલવી પડે.
કુંભ (ગ,સ,શ)
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા મેળવી શકો.
મીન (દ,ચ,ઝ,થ)
ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને,યોગ્ય રીતે હિસાબ રાખવો જરૂરી બને છે.
વિજયાદશમી પર પ્રભુ શ્રી રામને યાદ કરી રામરક્ષાસ્તોત્રના પાઠ કરવાથી આત્મશુદ્ધિ થાય છે
નવરાત્ર અને વિજયાદશમી વચ્ચે જ વિશ્વમાં મોટા પાયે લડાઈના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે કઈ તરફ ઉભા રહેવું તે અનેક રાષ્ટ્રો માટે યક્ષ પ્રશ્ન બને છે!!આજરોજ મંગળવાર ને વિજયાદશમીનું પર્વ છે. અંધકાર પર પ્રકાશનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, દાનવો પર દેવનો વિજય એટલે દશેરા!! વિજયાદશમી પર્વને ઉજવીએ તે પહેલા એ જાણી લેવું જરૂરી છે કે સર્વપ્રથમ તો ષડ્રિપુ આપણી અંદર જ છે, આપણા વિચારોમાં જ છે!! સર્વ પ્રથમ આપણે તેના પર વિજય મેળવવાનો છે અને શ્રી ભગવત ગીતામાં એક બાજુ ઉભા રહેલા પશુવત માનવો અને એક બાજુ પર રહેલા પરમાત્મા શ્રી કૃષ્ણ વચ્ચે જિજ્ઞાસાવશ,ચેનતનવંત અર્જુન કે જે આત્મા થી પરમને જાણવા માંગતો હતો એ દ્રશ્ય છે જે માનવની પશુવિચાર થી માનવવિચાર અને ત્યારબાદ પરમ વિચારની ગતિ દર્શાવે છે!! જીવનમાં ડગલે ને પગલે મનમાં યુદ્ધ ચાલતું હોય છે અને અનેક જગ્યાએ સત્ય માટે લડવું પડતું હોય છે ત્યારે દૈવી શક્તિની જરૂર પડે છે, પ્રભુ શ્રી રામના આદર્શોની જરૂર પડે છે અને માટે જ નવ દિવસ નવદુર્ગાની પૂજા પછી શુદ્ધ મને આપણે સાચા નિર્ણયો કરી શકીએ છીએ. વિજયાદશમી પર પ્રભુ શ્રી રામને યાદ કરી રામરક્ષાસ્તોત્રના પાઠ કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને આત્માનું કલ્યાણ થાય છે જીવનમાં સારા નરસાનો ફર્ક વ્યક્તિ પોતે જ કરી શકે છે!!
~ જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી