Today’s Horoscope : આ રાશિના જાતકોએ બીજાના વિશ્વાસે વધુ ના ચાલવું, વાંચો આજનું રાશિફળ

મહાગૌરીની આરાધના થી રાહુ ગ્રહની પીડા દૂર થાય છે

October 22, 2023

આજનું પંચાગ

તા. 22-10-2023 રવિવાર ,સંવંત 2079આસો સુદ આઠમ, ઉત્તરાષાઢા નક્ષત્ર, દ્યુતિ યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મકર (ખ,જ) રહેશે.

મેષ (અ,લ,ઈ)

આંતરિક શક્તિ વધે, દિવ્ય ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ)

ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો.

મિથુન (ક,છ,ઘ)

મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ)

ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ)

તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

કન્યા (પ ,ઠ ,ણ)

પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

તુલા (ર,ત)

તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય )

નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ )

તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ )

તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્તિરવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ )

ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

મીન (દ ,ચ ,ઝ ,થ)

નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

વિશ્વ પુરઝડપે યુદ્ધની ભાષા બોલવા લાગ્યું છે : જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અત્રે લખ્યા મુજબ બે ગ્રહણ વચ્ચેનો સમય અને છ ગ્રહોની યુતિ પ્રતિયુતિ આ સમયને વિશિષ્ઠ બનાવી રહી છે અને એક બોઝિલ વાતાવરણ ઉભું થઇ રહ્યું છે, માનસિક બેચેની અને પરિતાપથી ભરપૂર આ સમયમાં ક્રૂર હત્યાઓ અને લોહિયાળ અકસ્માતોની હારમાળા જોવા મળે છે તો બીજી તરફ વિશ્વ પુરઝડપે યુદ્ધની ભાષા બોલવા લાગ્યું છે જે મહાભારત સમયના ગ્રહણની યાદ અપાવે છે, માનવજાત આ ભીષણ સમયમાં થી સુચકતા વાપરી બહાર નીકળી શકે તેવી આશા સાથે આપણે આગળ વધીએ, જો કે આ જ ગ્રહમાન આતંકીઓ માટે પણ કબ્રગાહ બનતું જોવા મળશે અને ઘણા મોસ્ટ વોન્ટેડ આતંકીઓ દેશ-વિદેશ માં ખાસ કરી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં મરાતા જોવા મળશે. આજરોજ દુર્ગાષ્ટમી મહાઅષ્ટમી છે, આઠમાં નોરતે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. હાલમાં જયારે રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે મહાગૌરીની આરાધના થી રાહુ ગ્રહની પીડા દૂર થાય છે અને સાધકના તમામ ભ્રમ દૂર થાય છે અને સફળતા મળે છે.

Read More

Trending Video