Gujarat Assembly monsoon session 2024 : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly ) ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો (monsoon session) આજે બીજો દિવસ છે. ગઈ કાલે પહેલા દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વ સહમતિથી પાસ થયું હતું ત્યારે આજે ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આજે ગુજરાત માલ સેવા વેરા સુધારક અને નશાબંધી સુધારા વિધેયક રજૂ કરાશે.
ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ
ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક, ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક, ગુજરાત કાયદા (જોગવાઈઓના સુધારા) વિધેયક રજૂ કરવામાં આવશે.
સરકારે નશાબંધી બિલમાં કેવા સુધારાઓની જોગવાઈ કરી છે?
ગુજરાતમાં કોઈ વ્યક્તિ કોઈ કેફી પદાર્થ, ભાંગ-ગાંજા, મહુડાનાં ફૂલો વગેરે લઈ જતા પશુઓ, ગાડાં અથવા વાહનમાં પકડાય તો કોર્ટના આખરી ચુકાદા સુધી સરકારે જપ્ત કરેલાં વાહનો માલિકોને પરત કરી શકાતાં નથી અને કેસના છેલ્લા ચુકાદા સુધી પોલીસ સ્ટેશનમાં રહેતા હોય છે.ત્યારે આ બાબતે ગુજરાત નશાબંધી (સુધારા) વિધેયક,વિધાનસભામાં રજુ કરશે જેથી કરીને નશાબંધી ભંગ કરવા બદલ પકડાતાં વાહનોની હરાજી કરી શકાય.
ધારાસભ્યો આ મુદ્દે ટુંકી મુદ્દતનો સવાલ કરશે
આ સાથે સત્રના બીજા દિવસે ધારાસભ્ય અરવિંદ રાણાનો ટુંકી મુદ્દતનો સવાલ રહેશે જેમાં વ્યાજખોરો સામે પગલા ભરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવશે. જ્યારે જયંતિ પટેલ કોલેજના વિદ્યાર્થીઓનો અકસ્માતે મોતમાં વળતર અને સહાયનો સવાલ કરશે. આ સિવાય અમિત ચાવડા આણંદ જિલ્લાના ગોપાલપુરામાં આવેલ એક કંપનીમાં આગ લાગતા ચાર ફાયર કર્મી ઘાયલ થયા હતા આ ઘટનામાં કંપનીમાં વારંવાર આગ લાગે છે છતાં કોઇ ગંભીરતા લેવાતી નથી તે અંગે સવાલ કરશે.
આ પણ વાંચો : એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર