Gandhi Jayanti: આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ (Mahatma Gandhi 155th birth anniversary) ઉજવવામાં આવી રહી છે, આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) રાજઘાટની મુલાકાત લીધી હતી અને બાપુજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત વિપક્ષી પાર્ટી રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા હતા. ઘણા દિગ્ગજો પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.
પીએમ મોદીએ મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાન મનોહર લાલ ખટ્ટર અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની 155મી જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ નિમિત્તે ટ્વિટર પર પોસ્ટ કરીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જેમાં તેમણે લખ્યું કે,તમામ દેશવાસીઓ વતી, અમે પૂજ્ય બાપુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સત્ય, સંવાદિતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.”
#WATCH | Delhi: PM Narendra Modi pays tributes to Mahatma Gandhi on the occasion of his birth anniversary, at Rajghat. pic.twitter.com/fKz6Pg3smt
— ANI (@ANI) October 2, 2024
પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી. ટ્વિટર પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લક્યુ કે, દેશના સૈનિકો, ખેડૂતો અને સ્વાભિમાન માટે પોતાનું જીવન સમર્પિત કરનારા ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતિ પર ભાવભરી શ્રદ્ધાંજલિ
મહાત્મા ગાંધી વિશે જાણો
ગાંધી જયંતિ દર વર્ષે મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે, જેને ‘રાષ્ટ્રપિતા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. સમગ્ર દેશ આ દિવસે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપે છે અને તેને રાષ્ટ્રીય રજા તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. 2 ઓક્ટોબર, 1869 ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં જન્મેલા, મહાત્મા ગાંધી અથવા મોહનદાસ કરમચંદ ગાંધીએ અહિંસક પ્રતિકાર અપનાવ્યો અને અત્યંત ધીરજ સાથે સંસ્થાનવાદી બ્રિટિશ શાસન સામે સ્વતંત્રતા સંગ્રામમાં મોખરે રહ્યા.પરિણામે ભારતને આખરે 1947માં આઝાદી મળી.
લાલ બહાદુર શાસ્ત્રી વિશે માહિતી
1904માં ઉત્તર પ્રદેશમાં જન્મેલા લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન હતા અને 1964 થી 1966 સુધી આ પદ સંભાળ્યું હતું. પાકિસ્તાન સાથે તાશ્કંદ કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તરત જ 11 જાન્યુઆરી, 1966ના રોજ 61 વર્ષની વયે તાશ્કંદમાં તેમનું અવસાન થયું હતું. ભૂતપૂર્વ વડા પ્રધાન શાસ્ત્રી એક મહાન દૂરંદેશી નેતા હતા જેઓ લોકોની ભાષા સમજતા હતા અને જેમણે દેશને પ્રગતિ તરફ દોરી હતી. શાસ્ત્રીજી મહાત્મા ગાંધીના રાજકીય ઉપદેશોથી ખૂબ પ્રભાવિત હતા.
આ પણ વાંચો : Rajkot: જેલની હવા ખાધા બાદ પણ ન સુધર્યા આ ભાજપના નેતા, ફરી એક વાર જેલમાં જવાનો આવ્યો વારો