Tirupati Laddus Controversy :આંધ્રપ્રદેશના (Andhra Pradesh) વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji Temple) પ્રસાદમાં ભેળસેળનો મામલો ગરમાયો છે. આ મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા ઘટનાથી અનેક હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે અનેક સંતો મહંતો પણ આ મામલે સામે આવી રહ્યા છે અને આ અંગે નિવેદન આપી રહ્યા છે. ત્યારે હવે શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે મંદિરોમાં રાજકારણીઓના હસ્તક્ષેપને પાપનું કારણ ગણાવ્યું છે.
તિરૂપતિ બાલાજી મંદિર પ્રસાદ મામલે શારદાપીઠના શંકરાચાર્યએ આપ્યું નિવેદન
શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું કે,પ્રસાદમાં ચરબી સહિત મિલાવટ ના સમાચાર સામે આવતા દુઃખ થાય છે જેને પ્રસાદ કહેવામાં આવે છે તેને પ્રસાદનું મહત્વ ન સમજવાને કારણે આવું થયુ છે. અપરાધ કઈ રીતે થયો છે અને કેટલા દિવસ સુધી થયો તે મામલે વિચાર કરવાની ખુબ જરુર છે. વધુમાં તેમણે કહ્યુ કે, મંદિરોના સંચાલકો જો વિદ્વાન અને સનાતની ધર્મચારી હોત, તો આવું ઘૃણાસ્પદ કૃત્ય અસ્તિત્વમાં ન આવત. ભગવાનની પૂજા અર્ચના વેદોના આધારે થવી જોઈએ.
સ્વામી સદાનંદ સરસ્વતીએ મંદિરમાં રાજકીય હસ્તક્ષેપની ટીકા કરી
વધુમાં તેમણે અસલી હિન્દુ અને નકલી હિન્દુની વ્યાખ્યા આપી તિરૂપતિ બાલાજી મંદિરના સંચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.અને તેમણેમંદિરોમાં રાજકારણીયોના હસ્તકક્ષેપ કારણે પાપ થયું હોવાનું જણાવ્યું હતું અને રાજકીય હસ્તક્ષેપની ટીકા કરી હતી.
આ પણ વાંચો : Tirupati Prasad Controversy : ગુજરાતની એ લેબ જેના કારણે તિરુપતિનો પ્રસાદ પ્રશ્નોના ઘેરામાં આવ્યો, જાણો તેની કહાની