Tirupati Laddu Case: લેબ રિપોર્ટ આવ્યા બાદ CM ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન, કહ્યું- ‘કોઈને બક્ષવામાં નહીં આવે’

September 20, 2024

Tirupati Laddu Case: વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના (Tirupati Balaji temple) પ્રસાદમાં ભેળસેળના આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે  મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થઈ ગઈ છે. લાખો-કરોડોની આસ્થાનું કેન્દ્ર તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ (fish oil) અને પશુ ચરબીનો ઉપયોગ કરાયો હોવાનો ચોંકવનારો ખુલાસો થયો છે. ત્યારે લેબ રિપોર્ટ આવ્યા બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને બક્ષવામાં આવશે નહીં.

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરના પ્રસાદમાં ભેળસેળની પુષ્ટિ થઈ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં સત્તારૂઢ ટીડીપીએ દાવો કર્યો છે કે તિરુપતિના પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા લાડુ બનાવવા માટે બીફ ફેટ, ફિશ ઓઈલ અને પામ ઓઈલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. જોકે, લેબ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં આ વાતની પુષ્ટિ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

લેબ રિપોર્ટ આવ્યા બાદ CM ચંદ્રબાબુ નાયડુનું મોટું નિવેદન

ભગવાન તિરુપતિ બાલાજીના પ્રખ્યાત પ્રસાદ લાડુ બનાવવામાં ભેળસેળના મામલે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુનું નિવેદન પણ સામે આવ્યું છે. સીએમ ચંદ્ર બાબુ નાયડુએ કહ્યું કે આ ગેરરીતિમાં સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. CMએ કહ્યું કે મને જે લેબ રિપોર્ટ મળ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે પ્રસાદની ગુણવત્તા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને તેમાં અશુદ્ધ વસ્તુઓની ભેળસેળ સામે આવી છે. આ બધા માટે જવાબદાર કેટલાક લોકો સામે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. કેટલાક લોકોને કામ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પ્રસાદની પવિત્રતાને ધ્યાનમાં રાખીને હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ક્રિયાથી ભક્તો પણ સંતુષ્ટ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સંબંધિત પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ ગેરરીતિમાં જે પણ સંડોવાયેલા જણાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઘટનાથી લોકોની લાગણી દુભાઈ

સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવું થશે, ભગવાન વેંકટેશ્વર હિન્દુઓ માટે એક વિશ્વાસ છે, એક આસ્થા છે. જો કોઈએ ભગવાનની વિરુદ્ધ દુષ્ટતાથી કામ કર્યું હોય તો લોકો કહે છે કે તેને આ જન્મમાં સજા મળે છે, આગામી જન્મમાં નહીં. પ્રસાદ સાથે જે અપમાન કરવામાં આવ્યું હતું તે હવે ટીટીડી તપાસમાં અને લેબ રિપોર્ટ દ્વારા બહાર આવી રહ્યું છે. આ દર્શાવે છે કે તેમનામાં અહંકાર એટલો ભરેલો હતો કે તેમને લાગતું હતું કે તેમને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે અને તેમણે સામાન્ય જનતાની લાગણીઓનું સન્માન પણ ન કર્યું.

ક્યારે લેવામાં આવ્યા હતા સેમ્પલ ?

તમને જણાવી દઈએ કે ટીડીપીના પ્રવક્તા અનમ વેંકટ રમન રેડ્ડીએ ગુરુવાકને કથિત લેબોરેટરી રિપોર્ટ બતાવ્યો હતો, જેણે આપેલ ઘીના સેમ્પલમાં “બીફ ફેટ” હોવાની પુષ્ટિ કરી હતી. કથિત પ્રયોગશાળાના અહેવાલમાં નમૂનાઓમાં “ચરબી” (ડુક્કરની ચરબી સંબંધિત) અને માછલીના તેલની હાજરીનો પણ દાવો કરવામાં આવ્યો છે. સેમ્પલ કલેક્શનની તારીખ 9 જુલાઈ, 2024 હતી અને લેબોરેટરી રિપોર્ટની તારીખ 16 જુલાઈ હતી.

આ પણ વાંચો :  PM Modi Katra Rally: પીએમ મોદીએ રાહુલ ગાંધી પર સાંધ્યું નિશાન, કહયું- ‘પ્રેમની દુકાનના નામે નફરતનો સામાન વેચવાની તેમની જૂની નીતિ’

Read More

Trending Video