Tirupati Laddu Case : તિરૂપતિ પ્રસાદ કેસમાં સૌથી મોટા સમાચાર, ઘી સપ્લાય કરનાર વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ FIR

September 25, 2024

Tirupati Laddu Case : તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTD બોર્ડે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને આપવામાં આવતા ‘પ્રસાદમ’માં કથિત ભેળસેળના મામલામાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર, ટીટીડીના જનરલ મેનેજર (પ્રોક્યોરમેન્ટ) પી. મુરલી કૃષ્ણાએ પૂર્વ પોલીસ સ્ટેશન, તિરુપતિમાં એઆર ડેરી ફૂડ પ્રાઈવેટ લિમિટેડ, ડિંડીગુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અગાઉ, સરકારે વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રેષ્ઠ ત્રિપાઠીના નેતૃત્વમાં એક SITની રચના કરી છે જે ભેળસેળના કેસની તપાસ કરશે.

સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે

વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળને લઈને સુપ્રીમ કોર્ટમાં PIL પણ દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા ભેળસેળના આરોપોની તપાસની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ તાજેતરમાં એનડીએ વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પશુઓની ચરબીની ભેળસેળનો આરોપ લગાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તેને રાજકીય નિવેદન ગણાવ્યું હતું.

દેશના સૌથી ધનાઢ્ય મંદિરનું સંચાલન કરતા બોર્ડે શુક્રવારે ખુલાસો કર્યો હતો કે તેને ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવામાં આવેલા નમૂનાઓમાં હલકી ગુણવત્તાની ઘી અને પ્રાણીની ચરબીની ભેળસેળ મળી છે. લાડુમાં પશુઓની ચરબીની ભેળસેળનો દાવો કરતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ કર્યું હતું. આ મુદ્દે અગાઉની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી સરકારને દોષી ઠેરવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ તેને ડાયવર્ઝનની રાજનીતિ અને બનાવટી વાર્તા ગણાવી હતી.

આ પણ વાંચોVadodara Corporation : વડોદરામાં રહી રહીને જાગ્યું તંત્ર, હવે વિશ્વામિત્રી નદીની આસપાસના દબાણો દૂર કરવા અપાઈ નોટિસ

Read More

Trending Video