ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સામે નોંધાયો ત્રીજો કેસ, હવે અરવલ્લી પોલીસ મૌલાનીની ધરપકડ કરશે

February 9, 2024

Maulana Mufti Salman Azhari case : ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની (Maulana Mufti Salman Azhari) મુસીબતો ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. જૂનાગઢ જિલ્લા કોર્ટે (Junagadh District Court) તેને એક કેસમાં જામીન આપ્યા હોવા છતાં હજુ સુધી તેને મુક્ત કરવામાં આવ્યો નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની (Kutch Police) કસ્ટડીમાં ત્રણ દિવસના રિમાન્ડ પર છે. ત્યારે અરવલ્લીમાં (Arvalli) તેની સામે વધુ એક નોંધવામાં આવ્યો છે.

અરવલ્લી પોલીસે ગુનો નોંધ્યો

કચ્છ પોલીસની કસ્ટડીમાં ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થાય તે પહેલા જ અરવલ્લી પોલીસે મૌલાના સામે વધુ એક ગુનો નોંધ્યો છે. જાણકારી મુજબ અરવલ્લી પોલીસ દ્વારા 24 ડિસેમ્બર 2023ના રોજ ભડકાઉ ભાષણ આપવા બદલ મૌલાના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન એવો છે કે જો મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી મુક્ત થશે તો અરવલ્લી પોલીસ તેની ધરપકડ કરશે.

મૌલાનાના ટ્રસ્ટ અને ફંડિંગની તપાસ

એક તરફ મૌલાના મુસ્તી સલમાન અઝહરી પોલીસની કસ્ટડીમાં છે તો બીજી તરફ તેના ત્રણ ટ્રસ્ટ અને ફંડિંગની પણ તપાસ ચાલી રહી છે. જો કે આ તપાસમાં શું સામે આવ્યું છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વખતે પોલીસ કેસને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે ATS એ રવિવારે મુંબઈથી મૌલાનાની ધરપકડ કરી હતી. અને તે બાદ તેને ગુજરાતમાં લાવવામા આવ્યો હતો.

આ પણ વાંચો :  Bilkis Bano Case: હાઈકોર્ટે બિલ્કીસ બાનોના દોષીતના 5 દિવસના પેરોલ કર્યા મંજુર, જાણો કારણ

Read More