New Delhi : નવી દિલ્હીથી (New Delhi) વિશાખાપટ્ટનમ (Visakhapatnam) જઈ રહેલા એર ઈન્ડિયાના ( Air India) વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર હતા. જે બાદ મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ પછી અધિકારીઓએ તરત જ વિમાનની તપાસ કરી તો ખબર પડી કે આ માત્ર અફવા છે.
એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતા ખળભળાટ
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે નવી દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ વિશાખાપટ્ટનમમાં ઉતર્યા બાદ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને આ સમાચાર ખોટા સાબિત થયા હતા. વિશાખાપટ્ટનમ એરપોર્ટના ડાયરેક્ટર એસ રાજા રેડ્ડીએ માહીતી આપતા જણાવ્યું હતું કે કોઈએ દિલ્હી પોલીસને ફોન કરીને પ્લેનમાં બોમ્બ હોવાની જાણકારી આપી. તેને જોતા પોલીસે વિશાખાપટ્ટનમ એરપોર્ટને એલર્ટ કરી દીધું. જે બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને વિમાનની સંપૂર્ણ તપાસ કર્યા પછી, એવું જાણવા મળ્યું હતું કે બોમ્બના સમાચાર એક માત્ર અફવા છે. વિશાખાપટ્ટનમ જતી આ ફ્લાઈટમાં 107 મુસાફરો હતા. ત્યારે વિમાનમાંથી કંઇ ન મળતાં મુસાફરોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
અગાઉ પણ આપવામાં આવી છે ધમકીઓ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એર ઈન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળી ચુકી છે. તાજેતરમાં જ 135 મુસાફરો અને ક્રૂ સાથે મુંબઈથી ઉડાન ભરી રહેલા એર ઈન્ડિયાના વિમાનને બોમ્બની ધમકી મળી હતી, જેના પછી વિમાનને તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. વાસ્તવમાં પ્લેનના ટોયલેટમાં ટિશ્યુ પેપર પર વિમાનમાં બોમ્બ હોવાની ધમકી હતી. આ પછી વિમાનને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવ્યું હતું. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો બોમ્બ અંગેના સમાચાર નકલી નીકળ્યા.
ઈન્ડિગો ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્ય
અગાઉ, ઈન્ડિગો એરલાઈન્સના વિમાનને બેંગલુરુ માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એન્જિનમાં ટેક્નિકલ ખામીના કારણે શુક્રવારે રાત્રે કોલકાતા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈન્ડિગોની ફ્લાઈટ 6E0573 એ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ (NSCBI) એરપોર્ટથી રાત્રે 10.36 વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ ડાબા એન્જિનમાં ટેક્નિકલ ખામીને કારણે તેને 10.53 વાગ્યે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
આ પણ વાંચો : Gujarat police: ગોપાલ ઇટાલીયાના પોલીસમાં પ્રમોશન મામલે અમદાવાદ પોલીસે કરી સ્પષ્ટતા , જાણો શું કહ્યું