Rahul Gandhi Claim : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) એક સનસનીખેજ દાવો કર્યો છે. ‘ચક્રવ્યુહ’ વાળા ભાષણથી સરકારની ટીકા કર્યા બાદ રાહુલ ગાંધીનું એક ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ED હવે મારા પર રેડ પાડવાની તૈયારી કરી રહ્યું છે. મને આ અંગે EDના સૂત્રો દ્વારા જ જાણ કરવામાં આવી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કર્યો દાવો
રાહુલ ગાંધી તેમના X હેન્ડલ પર લખ્યું છે કે, “દેખીતી રીતે, 2 ઈન 1ને મારું ચક્રવ્યુહ ભાષણ પસંદ ન આવ્યું. EDના અંદરના લોકોએ મને કહ્યું કે દરોડા પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુલ્લા હાથે EDની રાહ જોઈ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી.
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર સાંધ્યું હતુ નિશાન
તેમને જણાવી દઈએ કે, હાલમાં જ બજેટ પર પોતાના વિચારો વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદી અને અદાણી અંબાણી પર નિશાન સાધ્યું હતું. આ સમયે તેમણે કહ્યું હતું કે મોદી સરકાર ખેડૂતો, શ્રમિકો અને યુવાનોને પોતાના ચક્રમાં ફસાવીને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું કે, ‘હજારો વર્ષ પહેલા કુરુક્ષેત્રમાં ચક્રવ્યુહમાં અભિમન્યુની 6 લોકોએ હત્યા કરી હતી. આ માર્ગમાં ભય અને હિંસા છે. આ ચક્રવ્યૂહમાં ફસાઈને અભિમન્યુને 6 લોકોએ મારી નાખ્યો હતો. થોડું સંશોધન કર્યા પછી મને સમજાયું કે 21મી સદીમાં પણ એક નવું ચક્રવાત રચાયું છે.જેમઅભિમન્યુ ચક્રવ્યુમાં છેતરાયો હતો. તેમ ભારતના યુવાનો, કામદારો, ખેડૂતો અને મહિલાઓ સાથે પણ કરવામાં આવ્યું છે. આજના ચક્રવ્યુહમાં પણ 6 લોકો છે જે તેને નિયંત્રિત કરી રહ્યા છે. તે છ લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, મુકેશ અંબાણી, ગૌતમ અદાણીએ દેશને ઘેરી લીધો છે. જે દેશના કરોડો નાગરિકો ભોગવી રહ્યા છે.’
રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદમાં માહોલ ગરમાયો હતો
રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદમાં થોડો સમય વાતાવરણ ગરમાયું હતું. આ પછી એનડીએ સરકારે પણ રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજા દિવસે અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની આકસ્મિક હિંદુ હોવાની ટીકા કરી હતી અને તેમનું મહાભારતનું જ્ઞાન પણ આકસ્મિક હતું.
આ પણ વાંચો : Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં ખાબક્યો વરસાદ