India-Canada Conflict : તાજેતરમાં ભારત (India) અને કેનેડા Canada) વચ્ચેના રાજદ્વારી તણાવમાં નવો વળાંક છે કેનેડાએ આરોપ લગાવ્યો છે કે, ભારત સરકાર Government of India) લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગનો ઉપયોગ કરીને ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહી છે, પરંતુ કેનેડાએ આના સમર્થનમાં કોઈ નક્કર પુરાવા આપ્યા નથી.રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ દાવો કર્યો હતો કે ભારત કેનેડાની ધરતી પર અપરાધિક ગતિવિધિઓમાં સીધું સામેલ છે.
કેનેડાનો ભારત પર મોટો આરોપ
એક તરફ જ્યારે ભારતમાં બિશ્નોઈ ગેંગનું નામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ ( NCP ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યા સાથે જોડવામાં આવી રહ્યું છે , ત્યારે કેનેડિયન પોલીસે આ ગેંગ પર તેમના દેશમાં આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.કેનેડાની રાજધાની ઓટાવામાં થેંક્સગિવીંગ ડે પર મીડિયાને સંબોધતા , રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર, બ્રિગિટ ગોબિને આરોપ લગાવ્યો કે ભારત સરકારના ‘એજન્ટ્સ’ કેનેડાની ધરતી પર આતંક ફેલાવવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરી રહ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટે એક અહેવાલમાં કેનેડાના અધિકારીઓને ટાંકીને લખ્યું છે કે ભારત સરકાર ‘હરદીપ સિંહ નિજ્જરની હત્યા’ જેવી કાર્યવાહી કરવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ઉપયોગ કરી રહી છે તેમના વિશે ગુપ્ત માહિતી એકત્રિત કરી, જે પછી બિશ્નોઈ ગેંગને લક્ષ્યની ઓળખ કરવામાં મદદ કરવા માટે ભારતની ગુપ્તચર એજન્સી RAW ને મોકલવામાં આવે છે.અખબારે એક કેનેડિયન અધિકારીને ટાંકીને દાવો કર્યો હતો કે ‘વરિષ્ઠ ભારતીય અધિકારી’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે, જેમણે ‘RAW’ના એક વરિષ્ઠ અધિકારીને કથિત રીતે શીખ અલગતાવાદીઓ વિશે ગુપ્ત માહિતી એકઠી કરવા અને તેમના પર હુમલાની જવાબદારી સોંપવામાં આવી છે .
બાબા સિદ્દીકીની હત્યા અને બિશ્નોઈ ગેંગ
બાબા સિદ્દીકીની હત્યા બાદ ભારતમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ચર્ચા છે.66 વર્ષીય બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે (12 ઓક્ટોબર ) રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી . આ કેસમાં મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોંકરને મુખ્ય કાવતરાખોર તરીકે ઓળખી કાઢ્યા છે. પોલીસનું માનવું છે કે બિશ્નોઈ ગેંગમાં મિડ-લેવલ પર કામ કરતા લોંકરે પુણેના જંકયાર્ડમાં કામ કરતા ત્રણ શૂટર્સને બાબા સિદ્દીકીની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.ત્રણ શંકાસ્પદ શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઈ ગેંગના સભ્યને મળ્યા હતા અને તેમને સિદ્દીકીને 2.5-3 લાખ રૂપિયામાં મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પોલીસે ત્રણમાંથી બે શંકાસ્પદ શૂટરો – ગુરમેલ સિંહ ( હરિયાણા ) અને ધર્મરાજ કશ્યપ ( ઉત્તર પ્રદેશ ) ની ધરપકડ કરી છે. ત્રીજો , શિવકુમાર ગૌતમ ( ઉત્તર પ્રદેશ ) ફરાર છે. તેમજ આ કેસમાં અન્ય લોકોના નામ પણ સામે આવી રહ્યા છે.
બિશ્નોઈ ગેંગને સલમાન ખાન સાથે શું છે વાંધો ?
બિશ્નોઈ ગેંગ ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી ચૂકી છે. સૌથી તાજેતરની ઘટના એપ્રિલમાં હતી , જ્યારે મુંબઈમાં સલમાનના ઘરની બહાર મોટરસાઇકલ પર સવાર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. સલમાન ખાન સાથે બિશ્નોઈ ગેંગની દુશ્મની 1998 ના એક કેસ સાથે જોડાયેલી છે . તે વર્ષે સલમાન ખાન રાજસ્થાનમાં ફિલ્મ ‘ હમ સાથ સાથ હૈ’નું શૂટિંગ કરી રહ્યો હતો . તે દરમિયાન સલમાન પર બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. બિશ્નોઈ સમાજ આવા હરણની પૂજા કરે છે.
બિશ્નોઈ ગેંગ કોણ ચલાવે છે ?
આ ગેંગનું નામ કુખ્યાત ગુનેગાર લોરેન્સ બિશ્નોઈના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેનું સાચું નામ સતવિંદર સિંહ છે. પંજાબના ફિરોઝપુર જિલ્લાના ધતરનવલી ગામના રહેવાસી 31 વર્ષીય લૉરેન્સ બિશ્નોઈના પિતા હરિયાણા પોલીસમાં હતા , પરંતુ પાંચ વર્ષની સેવા બાદ તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ખેતી કરવાનું શરૂ કર્યું. લોરેન્સ બિશ્નોઈ જે સમુદાયના છે તે પંજાબ , હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં સ્થાયી છે .12મા સુધી અભ્યાસ કર્યા બાદ બિશ્નોઈ 2010 માં કોલેજના અભ્યાસ માટે ચંદીગઢ ગયા હતા . ડીએવી કોલેજમાં એડમિશન લીધું. ત્યાં જ તેઓ વિદ્યાર્થી રાજકારણમાં સક્રિય થયા અને ગોલ્ડી બ્રારને મળ્યા.ગોલ્ડી બ્રાર હવે કુખ્યાત ગેંગસ્ટર છે. તેનું નામ ખૂન, અપહરણ અને ખંડણી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સામે આવ્યું છે. બ્રારનું નામ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા સાથે પણ જોડાયેલું છે. હાલ બ્રાર કેનેડામાં રહે છે.
બિશ્નોઈના અન્ય સહયોગીઓ કેનેડા અને અમેરિકામાં પણ
હાલ તે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. 30 ઓગસ્ટ , 2023 ના રોજ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બિશ્નોઈ પર CrPC ની કલમ 268 (1) લાગુ કરી હતી , આ કલમ સરકારને ઉચ્ચ પ્રોફાઇલ કેદીઓની હિલચાલ પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપે છે . અગાઉ તે ઓગસ્ટ 2024 સુધી અમલમાં હતો , પરંતુ હવે તેને લંબાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.એવું માનવામાં આવે છે કે તે જેલની અંદરથી તેની ગેંગને ઓપરેટ કરી રહ્યો છે. બિશ્નોઈના અન્ય સહયોગીઓ કેનેડા અને અમેરિકામાં ફેલાયેલા હોવાનું માનવામાં આવે છે. કથિત રીતે ગોલ્ડી બ્રાર પણ કેનેડાથી આ ગેંગ ચલાવે છે. બિશ્નોઈ ગેંગમાં લગભગ 700 સભ્યો હોવાનું કહેવાય છે.
લોરેન્સ બિશ્નોઈએ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની કરી હતી હત્યા
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં જ આ ગેંગે દિલ્હી સ્થિત એક અફઘાન નાગરિકને કથિત રીતે નિશાન બનાવ્યું હતું . અગાઉ , દિલ્હીમાં જિમ માલિકની હત્યામાં બિશ્નોઈ ગેંગ સામેલ હોવાનું કહેવાય છે. 2022 માં પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી ત્યારે લોરેન્સ બિશ્નોઈ કદાચ સૌથી વધુ કુખ્યાત બન્યા હતા . ત્યારબાદ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે હત્યાની જવાબદારી લીધી હતી. ગોલ્ડી બ્રારને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો છે.