Vinod Parmar AAP: હાલમાં જ રાજ્યમાં એક ઓપરેશન કરવા ગયેલી મહિલાનું ડોક્ટરે ગર્ભાશય કાઢી નાખ્યું હતું. ડોક્ટરની આટલી ભયંકર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતાં આમ આદમી પાર્ટીનાં નેતા અને હોસ્પિટલ કેર કમિટીના પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં ખરેખર હોસ્પિટલનું આટલું ખરાબ તંત્ર? હાલમાં GRDની એક મહિલા ઓપરેશન કરાવવા ગયા અને ડોક્ટરે તેમનું ગર્ભાશય જ કાઢી નાખ્યું. આ તો હદ છે. GRDની મહિલા સાથે આવું થયું છતાં પણ સરકારને કંઈ પડી નથી. આવી સરકાર પર હું ફિટકાર વરસાવું છું.
રાજ્યમાં આવા કેટલાય ડોક્ટરો છે, જેને ડોક્ટરનું પૂરું જ્ઞાન નથી અને હોસ્પિટલો ખોલી- ખોલીને બેસી ગયા છે. જ્યાં સુધી આ સરકાર છે ત્યાં સુધી મારી વિનંતી છે કે આરોગ્ય વિભાગ સાબદું થાય અને આ મામલે તપાસ કરે તો સારી વાત છે. આરોગ્ય મંત્રી અને અગ્ર સચિવને કહેવા માગું છું કે લોલમલોલ અને પોલમપોલ બંધ કરો તો સારી વાત છે. જો જનતા જાગૃત થશે તો ખરેખર જોવા જેવી થશે. ખરેખર, મહેરબાની કરો… મહેરબાની કરો… મહેરબાની કરો… બહુ થયું. હવે, નહીં સાંખી લેવાય.
આ પણ વાંચો: અખિલેશ યાદવને વંદે માતરમ કહેવાનો કોઈ અધિકાર નથી, CM Keshav Prasad Mauryaનો આકરો પ્રહાર