હે રામ! ચોરોએ અયોધ્યાને પણ ન છોડી, રામપથ અને ભક્તિપથ પર લગાવેલી હજારો લાઈટો ચોરી ગયા

August 14, 2024

Ayodhya : રામની નગરી અયોધ્યામાંથી (Ayodhya) ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં રામ પથ (Rampath) અને રામલલા મંદિર (Ram tempal) તરફ જતા ભક્તિ પથ (Bhaktipath)  પર લગાવવામાં આવેલી હજારો લાઈટોની ચોરી થઈ છે.જાણકારી મુજબ રામ પથ અને ભક્તિ પથ પર રૂ. 50 લાખથી વધુની કિંમતની 3,800 ‘વાંસની લાઇટ્સ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ્સ’ લગાવવામાં આવી હતી. જેના પર ચોરોએ હાથ સાફ કર્યા છે. ચોરીની આ ઘટના અયોધ્યાના સૌથી મહત્વપૂર્ણ અને સુરક્ષિત સ્થાન પર બની હતી જેથી પોલીસ ઉંઘતી ઝડપાઈ છે.

અયોધ્યામાં રામલલ્લા મંદિર તરફ જતા રામપથ પરથી લાઈટોની ચોરી

અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળ યશ એન્ટરપ્રાઈઝ અને ક્રિષ્ના ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા રામપથ પર 6,400 વાંસની લાઇટો અને ભક્તિપથ પર 96 ‘ગોબો પ્રોજેક્ટર’ લાઈટો લગાવવામાં આવી હતી.જેમાંથી રામપથ અને ભક્તિપથ પર લગાવવામાં આવેલી 3,800 ‘વાંસ લાઇટ’ અને 36 ‘ગોબો પ્રોજેક્ટર લાઇટ’ ચોરાઈ ગઈ છે. ફર્મના પ્રતિનિધિના દ્વારા રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ફરિયાદ મોડા નોંધાવવામાં આવી

પોલીસને આપેલી ફરિયાદ મુજબ, “રામપથ પર 6,400 વાંસની લાઇટો અને ભક્તિ પથ પર 96 ગોબો પ્રોજેક્ટર લાઇટ લગાવવામાં આવી હતી.” 19મી માર્ચ સુધીમાં તમામ લાઈટો લગાવી દેવામાં આવી હતી, પરંતુ 9મી મેના રોજ ઈન્સ્પેક્શન કર્યા બાદ કેટલીક લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે ચોરો દ્વારા લગભગ 3,800 વાંસની લાઇટ અને 36 ગોબો પ્રોજેક્ટર લાઇટની ચોરી કરવામાં આવી હતી.નોંધાયેલી ફરિયાદ અનુસાર, એવું સ્વીકારવામાં આવ્યું હતું કે કંપનીને મે મહિનામાં આ ચોરીની જાણ થઈ હતી, પરંતુ નવ મહિના પછી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હત જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Kutchh: મુન્દ્રામાં આવેલ નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના, 35 ફૂટ ઊંચેથી 19 મજૂરો નીચે પટકાયા, 2 ના મોત અન્ય ગંભીર રીતે ઘાયલ

Read More

Trending Video