‘મારા કોચિંગની સૌથી ખરાબ ક્ષણ હતી વિરાટ કોહલી…’ Rahul Dravidનું મોટું નિવેદન

August 10, 2024

Rahul Dravid: ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતાડનાર ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટૂર્નામેન્ટ બાદ સમાપ્ત થઈ ગયો. રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા ત્રણ વખત આઈસીસી ટ્રોફીની ફાઈનલમાં પહોંચી હતી. જેમાંથી ટીમ ઈન્ડિયાને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એકમાં જીત મળી હતી. ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે જણાવ્યું કે તેમના કાર્યકાળનો સૌથી ખરાબ તબક્કો કયો હતો.

રાહુલ દ્રવિડે ખુલાસો કર્યો હતો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનું માનવું છે કે મુખ્ય કોચ તરીકેનો તેમનો સૌથી ખરાબ સમય વિરાટ કોહલીનો સંક્રમણકાળ હતો. હકીકતમાં, જ્યારે ટીમ ઈન્ડિયા વર્ષ 2021માં T20 વર્લ્ડ કપ હારી ગઈ હતી, ત્યારે રવિ શાસ્ત્રીની જગ્યાએ રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાનો નવો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. તે દરમિયાન ટીમ ઈન્ડિયા પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી હતી. કારણ કે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ 2021 બાદ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ સિવાય BCCI દ્વારા કોહલીને ODI ટીમના કેપ્ટન પદ પરથી પણ હટાવી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, તેના કોચિંગ કરિયરને લઈને પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે જો તમે મને પૂછો કે મારી સૌથી ખરાબ ક્ષણ કઈ હતી, તો હું કહીશ કે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી દરમિયાન મારી કારકિર્દીની શરૂઆતમાં આવું થયું હતું. આ સમય દરમિયાન અમે દક્ષિણ આફ્રિકામાં સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી અને ત્યારબાદ અમે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. જેમ તમે જાણો છો કે અમે દક્ષિણ આફ્રિકામાં ક્યારેય કોઈ શ્રેણી જીતી શક્યા નથી. તે શ્રેણી જીતવી એ ખરેખર અમારા માટે મોટી તક હતી. અમારા કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ ત્યાં ન હતા. રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો અને તે શ્રેણીમાં અમારા કેટલાક વરિષ્ઠ ખેલાડીઓ હાજર ન હતા.

તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડ બાદ હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની કમાન ગૌતમ ગંભીરના હાથમાં છે. ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાનો પ્રવાસ કર્યો છે. જ્યાં ODI અને T20 સિરીઝ રમાઈ હતી. ટી-20માં ભારત અને વનડેમાં શ્રીલંકાનો વિજય થયો હતો.

આ પણ વાંચો: Pakistan બોર્ડ઼ર પર અડધો ડઝન શંકાસ્પદોને લઈ વધારાઈ સુરક્ષા

Read More

Trending Video