Mass suicide in Morbi : મોરબીમાં (Morbi) સામુહિક આપઘાતની (Mass suicide ) ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીએ પત્ની અને દીકરા સાથે પોતાના ઘરમાં ગળે ફાંસો લગાવીને આપઘાત કરી લીધો છે. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે અંગત કારણો સર આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. બનાવને પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. અને મતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી તરફ એકસાથે પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કરતા લોહાણા પરિવાર સહિત મોરબીની અંદર અરેરાટી ફેલાઈ છે.
મોરબીમાં સામૂહિક આપઘાતની ઘટના
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા વેપારીએ તેનાં પત્ની અને પુત્રની સાથે પોતાના જ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ અંગેમોરબી એ ડિવિઝન પોલીસને કરાતા એસપી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને તપાસ હાથ ધરી છે. પોલીસને તપાસ કરતા ઘરમાંથી એક સુસાઈડનોટ મળી આવી હતી જેમાં મૃતક વેપારીએ જીવનથી કંટાળીને આ પગલું ભર્યુ હોવાથી કોઈને દોષ ન આપવા જણાવ્યુ છે. હાલ તો પોલીસે આ સુસાઈડનોટને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જાણો મૃતકો વિશે
જાણકારી મુજબ હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉંમર 56 વર્ષ), વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉંમર 45 વર્ષ), દીકરો હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉંમર 21 વર્ષ) એ આપઘાત કર્યો છે.હરેશભાઈને મોરબીમાં સરદાર રોડ પાસે આવેલ પાશ્વનાથ કોમ્પ્લેક્સમાં હાર્ડવેરની દુકાન હતી અને અને તેમનો દીકરો હર્ષ કાનાબાર હાલમાં સીએનો અભ્યાસ કરતો હતો. મૃતક હરેશભાઈ કાનાબારના પિતા વર્ષ 1986માં મોરબી પાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા અને તેમનું મોરબીના લોહાણા સમાજ અને જનસંઘમાં પણ બહુ જ મોટું નામ હતું.