Dr. Karan Barot AAP : આમ આદમી પાર્ટીની પોલખોલ ટીમ ભાજપ સરકારની પોલ ખોલવા માટે ગત શનિવારે ભાટ બ્રિજ અને એક અન્ય બ્રિજ પર પહોંચી હતી. જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે જણાવ્યું હતું કે, 2022માં 70 કરોડ રૂપિયા ભાટ બ્રિજ પાછળ ખર્ચાઈ ચૂક્યા હતા તેમ છતાં અત્યારે બ્રિજની હાલત જોઈએ તો બ્રિજમાંથી સળિયા દેખાઈ રહ્યા હતા. બ્રિજ તૂટેલી હાલતમાં હતો. પ્રજાને નુકસાન થાય કોઈને વાગે એક્સિડન્ટ થાય તેવું જોખમ હતું. ત્યારબાદ તરત જ તંત્ર જાગ્યું અને તેમણે બ્રિજનું સમારકામ કરવાની શરૂઆત કરી અને વધુ 10 કરોડ બ્રિજ માટે ફાળવવામાં આવ્યા છે એવી જાણકારી મળી છે. પરંતુ પ્રશ્ન એ છે કે 2022માં દિલ્હીથી મોટી મોટી ટીમ બોલાવવામાં આવી હતી જેમણે આ બ્રિજની ચકાસણી કરી હતી ત્યારે તેમને ખબર કેમ ન પડી કે બ્રિજ ખરાબ કન્ડિશનમાં છે?તેમ છતાં 70 કરોડ રૂપિયા ખર્ચ્યા અને ટૂંકાગાળામાં બ્રિજની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે.
જેના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટી એવું સ્વીકારે છે કે તેમના રાજમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાતમાં કડદો થાય છે, દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર છે દરેક વસ્તુમાં કમિશન લેવામાં આવે છે. ખુદ ભાજપના નેતાઓ પણ કહે છે કે આ સરકારમાં કમિશન લેવામાં આવે છે. અમે ગુજરાતની જનતાને કહેવા માંગીએ છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી તમારા ટેક્સના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં ચાવી જાય છે. 20 થી 25 દિવસ સુધી આ બ્રિજ બંધ રહેશે તેનાથી પ્રજાને જે તકલીફ પડશે એ ભારતીય જનતા પાર્ટીના પાપે પડશે. કરોડો રૂપિયાનો ખર્ચો થશે અને પ્રજાના પસીનાના ટેક્સના પૈસા જે મહેનત કરીને સરકારને ચૂકવે છે એ પૈસા આમાં વપરાશે જે ભારતીય જનતા પાર્ટીના પાપે જ વપરાશે. અમે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે જેવી રીતે આમ આદમી પાર્ટીની પોલ ખોટી સમગ્ર ગુજરાતમાં ભાજપની પોલ ખોલી રહી છે ભારતીય જનતા પાર્ટીનો કડદો ઉજાગર કરી રહી છે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર ઉજાગર કરી રહી છે તેવી રીતે સમગ્ર ગુજરાતની જનતાએ જાગૃત થઈને ભારતીય જનતા પાર્ટીના કડદાને ઉજાગર કરવાનું કામ કરવું પડશે.
આ પણ વાંચો: ભાજપનો ગુંડો ખુલ્લેઆમ ફરી રહ્યો છે તેના ઉપર કયા મંત્રીના હાથ છે?: Jagdish Chavda AAP