Narmada : નર્મદા (Narmada) જિલ્લાના કેવડિયામાં (kevadia) ગરૂડેશ્વર એકતાનગર ખાતે આદિવાસી મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટરની એજન્સીના કર્મચારીઓને સંજય અને જયેશ તડવી નામના બે યુવકોને ચોરીની શંકાએ ઢોર મારવામા આવ્યો હતો જેમાં જયેશ તડવી નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે સંજય તડવીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.પોલીસે આ મામલે કોન્ટ્રાક્ટરના છ કર્મચારીઓ સામે કેસ કરીને ધરપકડ કરી છે.જો કે આ મામલામાં પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો પણ આક્ષેપ કરવામા આવી રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસ અને આપના આદિવાસી નેતાઓ પરિવારને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા છે.
ચૈતર વસાવા અને અનંત પટેલને કરાયા નજર કેદ
આદિવાસી યુવકો સાથે થયેલા અન્યાયની સામે આજે કેવડિયામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને કેવડિયા જતા રોકવા માટે પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.તેમજ બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતાં રોકી લીધા છે પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા ને નજર કેદ કર્યા છે.
આદિવાસી આગેવાને પોલીસે કેવડિયા જતા અટકાવ્યા
આ સાથે કેવડીયા બચાવો આંદોલનના પ્રણેતા ડો પ્રફુલ વસાવાને પણ નર્મદા પોલીસે ડિટેન કરી જીતનગર પોલીસ હેડક્વાટર લઈ ગયાં છે તેમજ આદિવાસી યુવકો સાથે બનેલ આ ઘટના મામલે ન્યાય મેળવવા માટે કેવડિયા ખાતે જતા આગેવાનોને તાપી જિલ્લાના ઓટા ચાર રસ્તા પાસેથી પોલીસે ડિટેઇન કર્યા છે. નવસારી તેમજ વલસાડ જિલ્લાના આદિવાસી આગેવાનોને પોલીસે ડિટેઇન કર્યા હતા.અન્ય લોકોને પણ પોલીસે અટકાવ્યા હોવાનુ જાણવા મળી રહ્યું છે.
તમામ રસ્તાઓ પર પોલીસે કરી નાકાબંધી
પોલીસ દ્વારા કેવડિયામાં નાકાબંધી કરવામાં આવી છે અને આ કાર્યક્રમની મંજૂરી આપી નથી. આ કાર્યક્રમને લઈને નર્મદા જિલ્લાના કેવડિયા જતા તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.
આ પણ વાંચો : MP Train Accident: મધ્ય પ્રદેશમાં ટ્રેન દુર્ધટના , ઇટારસીમાં સમર સ્પેશિયલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા