Bilkis Bano Case : બિલકિસ બાનોના દોષિતોને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડી

July 19, 2024

Bilkis Bano Case : બિલકિસ બાનો (Bilkis Bano ) કેસના આરોપીઓએ તેમની મુક્તિને રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં (SupremeCourt) કરેલી અરજી પરત ખેંચવી પડી છે. કારણ કે, બિલકિસ બાનો કેસના 11માંથી બે આરોપીઓની મુક્તિને રદ કરવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે.

બિલકિસ બાનોના દોષિતોને મોટો ઝટકો

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોની સજામાફીને રદ કરી દીધી હતી.ત્યારે બે આરોપીઓએ આ નિર્ણયને પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દેતા દોષિતોએ પોતાની અરજી પાછી ખેંચી લીધી છે.

કોર્ટે શું કહ્યું ?

ન્યાયાધીશ સંજીવ ખન્ના અને સંજય કુમારની બેંચે અરજીને “સંપૂર્ણપણે ખોટી ધારણા” ગણાવી હતી અને પૂછ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતની અન્ય બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશ સામે કેવી રીતે અપીલ કરી શકે છે. ખંડપીઠે કહ્યું શું છે આ અરજી? આ અરજી કેવી રીતે સ્વીકાર્ય છે? આ સંપૂર્ણપણે ખોટું છે. કલમ 32 હેઠળ પિટિશન કેવી રીતે દાખલ કરી શકાય? અમે અન્ય બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશ પર અપીલ કરી શકતા નથી.

દોષિતોને અરજી પરત ખેંચવી પડી

દોષિતો રાધેશ્યામ ભગવાનદાસ શાહ અને રાજુભાઈ બાબુલાલ સોની તરફથી હાજર રહેલા એડવોકેટ ઋષિ મલ્હોત્રાએ અરજી પાછી ખેંચવાની પરવાનગી માંગી હતી. ખંડપીઠે વકીલને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. દોષિત રાધેશ્યામ શાહે પણ વચગાળાના જામીન માટે અરજી કરી છે.

તમને જણાવી દઈએ કે, માર્ચમાં બંને દોષિતોએ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે તેમની સજાની માફીને રદ કરવાનો 8 જાન્યુઆરીનો નિર્ણય બંધારણીય બેંચના 2002ના આદેશની વિરુદ્ધ હતો. તેમણે અંતિમ નિર્ણય માટે આ મુદ્દો મોટી બેંચને સોંપવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : Amreli: ખેડૂતોને છેતરવાનો પ્રયાસ, SOG એ નકલી જંતુનાશક દવા બનાવતી ફેક્ટરી ઝડપી પાડી

Read More

Trending Video