સિગ્નેચર બ્રીજનુ નામ બદલવામા આવ્યું હવે આ નામથી ઓળખાશે, જાણો

February 23, 2024

dwarka : ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર પર સિગ્નેચર બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઓખા અને બેટ વચ્ચેના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છે. ત્યારે હવે આ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામેલા સિગ્નેચર બ્રિજને બદલે કોઈ બીજું નામ આપવા અનેક રજૂઆતો કરાઈ હતી. અંતે આ બ્રિજને નવું નામ બદલવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણના શસ્ત્ર સુદર્શન ચક્ર પરથી આ બ્રિજને સુદર્શન સેતુ નામ અપાયું છે. જેથી હવે ઓખા – બેટ દ્વારકાનો બ્રિજ સિગ્નેચર નહિ પરંતુ સુદર્શન સેતુ તરીકે ઓળખાશે

નામ બદલવા માટે અનેક વખત કરાઈ હતી રજૂઆત

દ્વારકા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઐતિહાસિક ગણાતા 962 કરોડના ખર્ચે તૈયાર થયેલા સિગ્નેચર બ્રિજનો લોકાર્પણ કરવા રવિવારે આવનાર છે ત્યારે આ પહેલા જ  બ્રિજના નામને લઈને  વિવાદ થયો હતો. કેટલાક લોકોએ આ નામને બદલવાની માંગ કરી હતી.  કારણ કે સિગ્નેચર નામ એ એક ઇંગ્લિશ દારૂના બ્રાન્ડ તરીકે પ્રખ્યાત હોય અને આ ઐતિહાસિક પુલ કૃષ્ણની સ્મૃતિમાં અપાયેલો હોય નામ બદલવા માટે અને ઐતિહાસિક રીતે જ નામ રાખવા માટે વારંવાર રજૂઆતો અને માંગણીઓ પણ થઈ હતી.

સુદર્શન નામ ઉપરથી સુદર્શન સેતુ નામ રખાયું

 આ રજૂઆતોને ધ્યાનમાં રાખને તંત્ર દ્વારા સુદર્શન સેતુ નામ રાખવાનું નથી કરવામાં આવ્યું છે. સિગ્નેચર બ્રિજનું નામ સુદર્શન છે ભગવાન વિષ્ણુ એટલે કે શ્રીકૃષ્ણના જે હાથમાં રાખવાના જુદી જુદી વસ્તુઓ છે તેમાં શંખચક્ર ગદા અને પદ્મા પ્રખ્યાત છે અને શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર એ ખૂબ જ પ્રસિદ્ધ હોય અને આ શ્રીકૃષ્ણની યાદ તાજી થાય  તેથી તેમની યાદ સાથે સંકળાયેલ શ્રીકૃષ્ણની સ્મૃતિઓ મોરપીછ અને શ્રીકૃષ્ણના ચિત્રો પણ આ બ્રિજમા રાખવામાં આવેલા છે ત્યારે શ્રીકૃષ્ણનું  નજીકનું ચિન્હ જેમના આસપાસ સદાય બિરાજમાન છે એવા સુદર્શન નામ ઉપરથી સુદર્શન સેતુ નામ તંત્ર દ્વારા નક્કી થયું છે ત્યારે તે ખૂબ જ સાર્થક ગણાય છે અને લોકો ખૂબ જ આનંદિત અને ઉત્સાહિત આ નામથી થયા છે.

જાણો આ બ્રિજની ખાસિયતો

2.5 કિલોમીટરનો આ પુલ 978 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. સિગ્નેચર બ્રિજ એક અનન્ય ડિઝાઇન ધરાવે છે, જેમાં ભગવદ ગીતાના શ્લોકો અને બંને બાજુ ભગવાન કૃષ્ણની છબીઓથી શણગારેલી ફૂટપાથ દર્શાવવામાં આવી છે. તે ભારતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ હોવાનો ગૌરવ પણ ધરાવે છે, જેમાં ફૂટપાથના ઉપરના ભાગમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. બ્રિજની વહન ક્ષમતા તેની ઉપર 48 ટ્રક મૂકીને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રકો 44,700 કિલોગ્રામ ભાર વહન કરી રહી હતી જ્યારે તેને પુલ પર મૂકવામાં આવી હતી.

આ  પણ વાંચો :  Vadodara માં મધરાત્રે કોમી છમકલુ! પોલીસ સ્ટેશનની બહાર જ બે કોમ વચ્ચે પથ્થરમારો,150 લોકો સામે ફરિયાદ

Read More

Trending Video