AAP News: સરખેજના શકરી તળાવમાં ડૂબી મૃત્યુ પામનારા ત્રણ યુવાનોની ફરિયાદ મુદ્દે આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ.જ્વેલ વસરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ વારંવાર કોઈ ને કોઈ બહાના બનાવી શકરી તળાવ ડેવલોપમેન્ટના કોન્ટ્રાકટર મુખ્ય આરોપી એવા સુરેશ બાબુભાઈ વોરાની જવાબદારી હોવાથી આરોપી તરીકે હોવા જોઈએ, પણ પોલીસ કોઈ રાજકીય દબાણ કે અન્ય કારણથી તેઓને બચાવી રહી છે. તેમજ તળાવમાંથી કચરો કાઢનાર કોન્ટ્રાકટર અને તળાવ હોનારત સમયે ચોથો વ્યક્તિ જે બચી ગયેલ તેને આરોપી બનાવી કુલડીમાં ગોળ ભાંગી રહી છે.
ડૉ.જ્વેલ વસરાએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાબતે આમ આદમી પાર્ટી(AAP)એ વિરોધ દર્શાવી આજે પરિવાર સાથે બનાવ સ્થળે આમ આદમી પાર્ટીના નેતા રાકેશભાઈ મહેરીયા, જીતુભાઈ ઉપાધ્યાય, જીગર વાઘેલા, તારકભાઇ, યુનુસ મન્સૂરી, શુભમ ઠાકરએ મીડિયાના મિત્રોની સાચી હકીકતની જાણકારી આપી આવતીકાલે સોમવારે પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે આવતીકાલે મુખ્ય આરોપી તરીકે સુરેશભાઈ બાબુભાઈ વોરાને બનાવે છે કે અન્ય લોકોને..! અમે લેખિતમાં ફરિયાદ આપી એ પ્રમાણે નોંધવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આમ આદમી પાર્ટીના રાકેશ મહેરીયા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચો: નકલી ભાજપ સત્તામાં છે, દેશની લાગણીઓ સાથે ખેલ કરે છે – Isudan Gadhvi