Rescue of Gujarat tourists stranded in Kedarnath: ઉત્તરાખંડના (Uttarakhand) અનેક જિલ્લામાં ભારે વરસાદ (heavy Rain) અને ભૂસ્ખલનના (Landslide) કારણે લોકો અનેક લોકો ફસાઈ ગયા હતા. જેમાં કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) કરવા ગયેલા ગુજરાતનાં ( Gujarat ) પણ કેટલાક શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા હતા. આ અંગે માહિતી મળતા જ ગુજરાતનાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર (State Emergency Center) તરફથી તમામ યાત્રિકોને સલામત પહોંચાડવા સૂચન અપાઈ હતી. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નર આલોક પાંડેએ (Alok Pandey) ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી.નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.જે બાદ તમામ ગુજરાતીઓને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના યાત્રિકોનું હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું
કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો વરસાદ અને લેન્ડ સ્લાઇડિંગના કારણે ફસાયા હતા.આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાણ થતાં જ તેમણે રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.જે બાદ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી રાહત કમિશ્નરશ્રી આલોક પાંડેએ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.જે બાદ ઉત્તરાખંડ સરકારના એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી દ્વારા સતત સંપર્ક રાખી શ્રદ્ધાળુઓને બચાવી લેવાયા
ફસાયેલા તમામ ગુજરાતના યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે. જેમાં અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના મેહસાણા અને સાબરકાંઠાના ફસાયેલા યાત્રિકોને બચાવી લેવાયા છે. મુખ્યમંત્રી દ્વારા સતત સંપર્ક રાખી શ્રદ્ધાળુઓને સલામત બચાવી લેવાયા છે.
આ પણ વાંચો : girsomnath :વેરાવળ સ્થિતિ ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝના સરકારે ખાસ કિસ્સામાં 280 કરોડ માફ કર્યા, પુંજા વંશનો સનસનીખેજ દાવો