Dhoraji MLA Viral Audio clip : રાજકોટના ધોરાજી (Dhoraji) થી ચીખલીયા છાડવાદર રોડ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર હાલતમાં છે. ત્યારે આ રોડની કામગીરીને લઇ એક જાગૃત નાગરિકે ત્યાંના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા (MLA Mahendra Padaliya)ને ટેલિફોનિક વાતચીત માટે કોલ કર્યો હતો અને આ જ વાતચીતની ઓડિયો કલીપ વાયરલ (Dhoraji MLA Viral Audio clip) થઇ છે. આ ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ ધારા સભ્યને રોડની કામગીરીને લઇ પ્રશ્ન પૂછે અને તે દરમિયાન ધારાસભ્ય ગુસ્સે ભરાય જાય છે.
વાત એવી છે કે ધોરાજીથી ચીખલીયા છાડવાદર રોડ બિસમાર હાલતમાં છે અને તેના વિષે એક જાગૃત નાગરિકે MLA ને સવાલ પૂછતાં સાહેબ ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે કે, “તે રોડની કામગીરીનું ટેન્ડર પાસ થઇ ગયું છે અને રોડની કામગીરી શરુ થતા સમય લાગે…ત્યારે જાગૃત નાગરિકે કહ્યું કે આ કામગીરી માટે કેટલો સમય લાગે તો ધારાસભ્ય ગુસ્સે ભરાયા હોતા અને કહ્યું હતું કે હું દરેક વસ્તુનું ધ્યાન રાખતો ફરું…કોઈ પણ કામગીરીની એક પ્રક્રિયા હોય છે અને તે પ્રમાણે કામ થશે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.
6 મહિના પહેલા પાસ થયેલા ટેન્ડર બાદ પણ તેઓએ હજુ કામગીરી શરુ કરી નથી તો જયારે ચૂંટણી નજીક આવી રહી છે અને કેટલીયે કામગીરી બાકી છે. તો નાગરિકોએ શું કરવું જોઈએ..?
આ પણ વાંચો : Congress : રાહુલને જ કેમ નોટિસ, PM વિરુદ્ધ કેમ કંઈ બોલતા નથી’, જયરામ રમેશ-દિગ્વિજયના EC પર આકરા પ્રહાર