Manoj Sorathia AAP: ગુજરાતના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી સરકારે ખેડૂતો,ખેતી, ગામડાઓ ભાંગવાનું કામ કર્યું છે. વર્ષોથી સત્તામાં હોવા છતાં તેમની નીતિઓ ખેડૂત અને ગામડા વિરોધી રહી છે. આજે ગામડામાં જીવવું એ લગભગ મરવા સમાન છે. તમામ જગ્યાએ સુવિધાઓનો અભાવ છે. આવકના સાધનો નથી, ખેતી પર નિર્ભર હોય ત્યારે ખેતીને સદ્ધર કરવાને બદલે સરકાર ખેતીને બર્બાદ કરવાની નીતિઓ અપનાવે છે. આપણે સૌ આ પરિસ્થિતિનો ભોગ બનેલા છીએ. એટલા માટે બોટાદ જિલ્લામાં ખેડૂતોનો પાક માર્કેટમાં પહોંચતા જ કડદો કરીને ભાગ કાપી લેવામાં આવ્યા. ત્યારબાદ બોટાદમાં રાજુભાઈ કરપડાની આગેવાનીમાં કડદા પ્રથા વિરૂધ આંદોલન શરૂ થયું. ત્યારબાદ હડદડમાં ખેડૂતો પર લાઠી ચાર્જ કરી જેલમાં પૂરવામાં આવ્યા. હડદડમાં થયેલ લાઠીચાર્જમાં મહિલાઓ અને બાળકોને પણ છોડવામાં આવ્યા ન હતા. આમ આદમી પાર્ટીનાં આગેવાન રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરીયા આ તમામ આગેવાનો આજે પણ જેલમાં છે. પણ હવે ગુજરાતની જનતાએ હવે સાવરણો પકડી લીધો છે. જનતાએ નક્કી કર્યું છે કે આગામી સમયમાં જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે મોરે મોરો થવાનો છે. માત્ર ને માત્ર સાવરણો ચાલશે.
AAP પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદથી શરૂ થયેલા કડદા પ્રથા વિરોધી આંદોલનના 10 જેટલી માંગણીઓ મૂકવામાં આવી હતી. આ માંગણીઓ લઈને અમે ગુજરાતનાં ખૂણે ખૂણે જવાનું નિર્ધાર કર્યો છે. ત્યારબાદ જામનગર, જામ ખંભાળિયા, તાપી, બનાસકાંઠા, આણંદ અને આજે અમે અહીંયા આપણી વચ્ચે તમારા આશીર્વાદ લેવા આવ્યા છીએ. જાતિ અને ધર્મ ભૂલીને ગુજરાતનાં લોકોને એક છત નીચે લાવવાની આમ આદમી પાર્ટીની પહેલ છે. આપણે સાથે મળીને લડાઈ લડવા માટે નીકળ્યા છીએ અને એટલા માટે જ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક અલગ પાર્ટી બનીને ઉભરી છે. આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતા માટે એક આશાનું કિરણ છે. હું આપ સૌને કહેવા માગું છું કે ગુજરાતની ધરતી વાંઝણી નથી. ગુજરાતનાં લોકો પોતાના નેતાઓ પેદા કરશે. પોતાના વચ્ચેથી ગોપાલ ઇટાલીયા, રાજુ કરપડા, પ્રવિણ રામ, બ્રિજરાજ સોલંકી પેદા કર્યા છે. ગુજરાતનું ભવિષ્ય આગામી સમયમાં આવા યુવા નેતાના હાથમાં છે. ગુજરાતમાં જો પરિવર્તન આવશે તો સત્તામાં બેઠેલા નેતાઓની શાન ઠેકાણે આવશે.
આ પણ વાંચો: 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર ચાલતી આવે છે: Arvind Kejriwal