Gopal Italia News: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકા ખાતે આયોજિત કિસાન મહાપંચાયતમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેફામ ડ્રગ્સ અને દારૂ વેચાય છે, તો આના વિરોધમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અવાજ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ પોલીસ ભાજપ અને બુટલેગર ત્રણે જીગ્નેશ મેવાણીના વિરોધમાં પડ્યા. વિચાર કરો કે ગુજરાતમાં કોઈ ડ્રગ્સનો વિરોધ કરે છે તો એનો વિરોધ કરવામાં આવે છે. ત્યારબાદ જીગ્નેશભાઈના “પટ્ટા ઉતારી લઈશ”ના નિવેદનને ભાજપના નેતાઓ અને હર્ષ સંઘવી તોડી મરોડીને રજુ કરે છે અને જીગ્નેશ મેવાણીએ કોઈ મોટું પાપ કર્યું હોય એવી રીતે જીગ્નેશ મેવાણીને બદનામ કરવાની કોશિશ કરે છે.
ત્યારબાદ ધારાસભ્ય Gopal Italia આકરા શબ્દોમાં કહ્યું કે, ભાજપના માણસો તથા સરકારી નોકરી કરતા લોકોને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવાનો છે, ગળામાં પહેરવાનો નથી. જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરે છે એનો પટ્ટો તો કાઢવો જ પડશે. પટ્ટા કમરે પહેરવાના છે તો કમરે પહેરો, ટાઇટ ઉભા રહો અને છાતી કાઢીને લડો તો અમારી તમને સેલ્યુટ છે. પણ કમરનો પટ્ટો કમરમાંથી કાઢીને ગળામાં પહેરીને હર્ષ સંઘવીના ટોમી બની જશો તો આ પટ્ટા ઉતરશે ઉતરશે અને ઉતરશે જ. કોઈપણ ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ. ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બનીને ગળામાં પટ્ટા પહેરીને પ્રમોશન જોઈતા હશે, આવા લોકોને અમે 2027માં પ્રમોશન આપીને સીધા સાબરમતીમાં મોકલીશું. એક જ ઝાટકે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન કરીશું અને સાબરમતીમાં એક અલગ જ કોટડી બનાવીશું જેનું નામ હશે “ટોમી કોટડી”. જેણે જેણે ગળામાં પટ્ટા પહેર્યા હશે, એ બધાને સાબરમતીમાં પ્રમોશન આપવામાં આવશે અને જેણે જેણે કમરમાં પટ્ટા પહેર્યા