Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને દરેક પક્ષ હવે મેદાનમાં આવી ગયો છે. ભાજપે (BJP) થોડા દિવસ પહેલા લોકસભા ઉમેદવારો (Loksabha Candidate) નું લિસ્ટ બહાર પડ્યું હતું અને આજે કોંગ્રેસે (Congress) પોતાનું લિસ્ટ બહાર પડ્યું છે. જેમાં 39 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ગુજરાત (Gujarat)ના ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી.
આજે કોંગ્રેસે પોતાની લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પડી છે ત્યારે આ લિસ્ટમાં 39 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી. ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, ભૂપેશ બઘેલ રાજનાંદગાંવથી ચૂંટણી લડશે.
પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને SC-ST અને OBC કેટેગરીના 24 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે. આ લિસ્ટમાં હજુ ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રાને લઇ હાલ ગુજરાતમાં છે.