‘મને ભાજપ તરફથી ઑફર મળી છે…આતિશીના આરોપની ચૂંટણીપંચે લીધી નોંધ

April 5, 2024

Delhi:  દિલ્હી (Delhi) સરકારમાં મંત્રી આતિશી સિંહની (Atishi) મુશ્કેલીઓ વધી શકે છે. ચૂંટણી પંચે (election commision) ભાજપમાં (BJP) ન જોડાવા માટે ધમકીઓ મળવાના આરોપોની નોંધ લીધી છે અને આતિશીને નોટિસ મોકલી છે. આતિશીને સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે. આ પહેલા ભાજપે પણ આતિશીને નોટિસ મોકલીને કહ્યું હતું કે, પાર્ટીમાં જોડાવાની ઓફર કોની તરફથી મળી છે તે જણાવવામાં આવે. ભાજપે કહ્યું હતું કે, જો સત્ય બહાર નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં આવશે.

આતિશીની મુશ્કેલીમાં વધારો

તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા આતિશી સિંહે આરોપ લગાવ્યો હતો કે, આતિશીએ કહ્યું હતુ કે , ‘મને ભાજપ તરફથી ઑફર મળી છે, જો હું ભાજપમાં નહીં જોડાઉં તો તેઓ મને જેલમાં મોકલી દેશે. તેમને ભાજપમાં જોડાવાની ઓફર અને ધમકી બંને મળી હોવાનો આરોપ લગાવ્યો હતો આ સાથે તેમણે દાવો કર્યો કે આગામી 2 મહિનામાં 4 AAP નેતાઓની ધરપકડ કરવામાં આવનાર છે. આતિશીના કહેવા પ્રમાણે, તેના પછી સૌરભ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ દુર્ગેશ પાઠક અને રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : BJP ના પ્રદેશ અધ્યક્ષ c r patil Banaskantha ની મુલાકાતે, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ

Read More

Trending Video