Loksabha Election 2024 : આવીકાલે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠક, ગુજરાતના બાકીના 11 લોકસભાના ઉમેદવારો પર લાગી શકે છે મહોર

March 9, 2024

Loksabha Election 2024 : દેશમાં લોકસભાની ચૂંટણીને દરેક પક્ષની ગતિવિધિઓ તેજ બની છે. દરેક પક્ષ જનતાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે કોંગ્રેસની યાદી બહાર પડી છે. અને આજે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્લી જવા રવાના થશે.

વાત જાણે એવી છે કે, ભાજપ હાલ ચૂંટણીને લઇ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે આવતીકાલે દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાવાની છે. જેને લઇ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્લી જવા માટે આજે થશે રવાના. આ કોર કમિટીની બેઠકમાં ગુજરાત ભાજપના બાકી બેઠકો પરના ઉમેદવારોના નામને લઇ મનોમંથન કરવામાં આવશે.

PM મોદીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક

BJP અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આજે સાંજે ગુજરાત કોર કમિટીની બેઠક યોજાશે. આ સાથે આવતી કાલે PM મોદીની અધ્યક્ષતામાં CECની બેઠક મળશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને લઈ મળનારી આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાજર રહેશે. આ તરફ અહીં ગુજરાતની બાકી રહેલ 11 લોકસભા બેઠકના ઉમેદવારોના નામ પર આજે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Read More

Trending Video