Nobel Prize 2023: નોબેલ શાંતિ પુરસ્કાર ઈરાનની આ મહિલાને એનાયત કરાયો, જાણો શા માટે થઈ પસંદગી

ઈરાનમાં મહિલાઓના દમન સામેની લડાઈ અને તમામ માટે માનવ અધિકાર અને સ્વતંત્રતાના પ્રચાર માટે તેમને આ સન્માન મળ્યું છે.

October 6, 2023

2023 નો નોબેલ શાંતિ પુરસ્કાર નરગીસ મોહમ્મદીને એનાયત કરવામા આવ્યો છે. ઈરાનમાં મહિલાઓના દમન સામેની લડાઈ  અને માનવ અધિકાર અને સ્વતંત્રતાના પ્રચાર માટે તેમને આ સન્માન મળ્યું છે.

નરગીસ મોહમ્મદી કોણ છે ?

નરગીસ મોહમ્મદી એક મહિલા એક્ટિવિસ્ટ છે તેને મહિલાઓની સ્વતંત્રતા અને તેમના અધિકારો માટે અનેક વખત પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેણીની 13 વખત ધરપકડ પણ કરવામાં આવી છે અને તે હજુ પણ ઈરાનની જેલમાં છે. 51 વર્ષની નરગીસ હજુ પણ ઈરાનમાં કેદ છે. હાલમાં તે જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહી છે.

 અનેક વખત ભોગવી ચૂકી છે સજા

છેલ્લા 30 વર્ષોમાં સરકારે નરગીસ મોહમ્મદીને તેના લખાણો અને આંદોલન માટે ઘણી વખત સજા કરી છે. જો આંકડાઓની વાત કરીએ તો ન્યાયતંત્રએ મોહમ્મદીને પાંચ વખત દોષિત ઠેરવ્યાછે અને 13 વખત ધરપકડ કરી છે. આ દરમિયાન તેને કુલ 31 વર્ષની જેલ અને 154 કોરડા માર્યા હતા.

Read More

Trending Video